Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અલ્પેશ ઠાકોરના રાજીનામાથી કોંગ્રેસ આકરા મૂડમાં :બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો

સસ્પેન્ડ કરવો કે અન્ય કોઈ કાર્યવાહી ?: હાઇકમાન્ડ સાથે ચર્ચા બાદ લેવાશે નિર્ણંય

અમદાવાદ : કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ આકરા મૂડમાં જણાઈ છે કોંગ્રેસ પાર્ટીએ તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધો છે. અલ્પેશના સ્થાને સહપ્રભારી તરીકે અજય કપૂરની નિમણૂક કરાઈ છે  બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકે ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલ છે  જ્યારે સહપ્રભારીની જવાબદારી અલ્પેશ ઠાકોરને સોંપવામાં આવી હતી.

 

   અલ્પેશે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી લેતા કોંગ્રેસે તેને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દીધો છે. બીજી તરફ અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ તેની સામે શું પગલાં લેવામાં આવશે તે અંગે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા વિચારણા બાદ પ્રદેશ કોંગ્રેસ કોઈ નિર્ણય લેશે.
    આ મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "હાલ અમે અલ્પેશ ઠાકોર સામે પુરાવા એકઠા કરી રહ્યા છીએ. આ મામલે કાયદાકીય સલાહ પણ લેવામાં આવશે. અલ્પેશને સસ્પેન્ડ કરવો કે અન્ય કોઈ કાર્યવાહી કરવી તેનો નિર્ણય હાઇકમાન્ડ સાથે ચર્ચા વિચારણ કર્યા બાદ લેવામાં આવશે.

 

(12:48 am IST)