Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઉત્તર ગુજરાતમાં લીબુંના ભાવમાં ભડકો

લીંબુ રસ,સોડા,સરબતનું શેવન કરતા લીંબુની માંગ વધી

 

અમદાવાદ :ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે કાળઝાળ ગરમી થી શરીરનું સંતુલન જાળવતા ઉનાળામાં લીંબુની માંગ વધતા લીંબુના ભાવમા ભડકો થયો છે. લીંબુના આસમાને પહોંચેલા ભાવોને લઇ હાલ બજારોમાં પ્રતિકિલો લીંબુ ૧૦૦ થી ૧૨૦ ભાવે વેચાઇ રહ્યા છે

    .બનાસકાંઠામાં ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો ૪૦ થી ૪૨ ડિગ્રીએ તપવા માંડતા લીોકો ગરમીના પ્રકોપ થી બચવા માટે ઠંડાપીણાં, કોલડ્રિંગ અને વીજ ઉપકરણોનો સહારો લેતા થયા છે. સાથે ગરમી સામે રક્ષણ મેળવવા લીંબુ રસ,સોડા,સરબતનું શેવન કરતા લીંબુની માંગ વધી છે. ત્યારે એક સમયે રૃ.૫૦ થી ૬૦ના ભાવે વેંચવા લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે.

  પાલનપુરની બજારમાં હાલ લીંબુ છુટકમાં રૃ.૧૦૦ થી ૧૨૦ના ભાવે વેચાઇ રહ્યા છે. જોકે લીંબુની માંગ વધી છે. તેની સામે લીંબુની પૂરતી ઉપજ હોવાથી લીંબુના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જોકે લીંબુરસથી શરીરને અનેક ફાયદા થતા હોય લોકો ગરમીના સમયે લીંબુનો ભરપુર ઉપયોગ કરતા હોય લીંબુની માંગ વધવા પામી છે.

 

(10:56 pm IST)