Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વિસનગર નજીક ટેન્કરમાં થતી ઓઇલ ચોરીને પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી પાડી

વિસનગર: તાલુકાના ભાન્ડુથી સિધ્ધપુર હાઈવે સુધી ટેન્કરોમાંથી ઓઈલ ચોરી ગેરકાયદેસર વેચાણ કરવાનો મોટા પ્રમાણમાં કાળો કારોબાર ચાલે છે. વિસનગર પોલીસ નાઈટ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી આધારે રેડ કરી ટેન્કરમાંથી દિવેલાનું કાચું તેલ કાઢતી ગેંગને રંગેહાથ ઝડપી પોલીસે ૩૫,૦૦૦ કિલો તેલ ભરેલ ટેન્કર સહિતનો કુલ રૂ. ૫૩,૭૬,૬૬૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ચાર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી..આઈ. પી. કે. પ્રજાપતિ એ.એસ.આઈ. રણજીતસિંહ પીથુજી, હેડ કોન્સ્ટેબલ વિક્રમગીરી ડાહ્યાગીરી, વનવિરસિંહ લાલસિંહ વિગેરે લોકસભાની ચૂંટણી અંતર્ગત નાઈટ પેટ્રોલીંગમાં ભાન્ડુ હાઈવે  ઉપર ફરતા  હતા. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે મરૃધર હોટલની બાજુમાં આવેલ બંધ પેટ્રોલપંપની ખુલ્લી જગ્યામાં રાજસ્થાનના રાજપૂત ગણેશજી ખુપસીંગ તથા રાજપૂત વેનસીંગ પ્રતાપસીંગ બન્ને ટેન્કરોના ડ્રાઈવરોનો સંપર્ક કરી, ટેન્કરોના વાલ ઉપરના સીલ તથા લોક તોડી મળતીયાઓ સાથે મળી ઓઈલ ચોરીનો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. જે બાતમી આધારે પોલીસે રેડ કરતા કેટલાક ઈસમો પોલીસને જોઈ અંધારામાં નાસી ગયા હતા. પોલીસ સ્થળ ઉપર પહોંચી ત્યારે ટેન્કરમાંથી એક બંધ બોડીની મહિન્દ્રા મેક્સીમો વાનમાં મુકવામાં આવેલ પ્લાસ્ટીકના કેરબામાં ઓઈલ કાઢવાનું ચાલુ હતું.

(5:44 pm IST)