Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

વડોદરા મનપાદ્વારા ભરવામાં આવતા કચરાનો યોગ્ય નિકાલ ન થતા રસ્તા પર ગંદકી જોવા મળી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો લોકોન્ સ્વચ્છતા જાળવવાની અપીલ કરે છે અને પોતે સ્વચ્છતા જાળવવાની આવે ત્યારે આંખ આડા કાન કરે છે.

કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ સ્થળોએથી કચરો ઉપાડીને લેન્ડફિલ સાઈટ્સ પર લઈ જવાની કામગીરી રોજ હાથ ધરાય છે.આ માટે કોર્પોરેશન જે ડમ્પર્સને કામે લગાડે છે તેમાં ભરાયેલા કચરા પર યોગ્ય રીતે તાડપત્રી ઢાંકવાની પણ તસ્દી લેવામાં આવતી નથી.આ કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો એક તો ડમ્પરમાં ઠાંસી ઠાંસીને કચરો ભરે છે અને તાડપત્રી ઢાંકવાના નામે વેઠ ઉતારે છે.

(5:41 pm IST)