Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

પાટણમાં લાંચ લેતા ર ની ધરપકડઃ ખાણ ખનીજની લીઝ માટે સર્વેયરે ૧ લાખની લાંચ માંગી'તી

 પાટણઃ જીલ્લામાં લાંચ લેતા ર કર્મચારી ઝડપાયા છે...રૂ.૧ લાખની લાંચ લેતા...પાટણના મોજણી સેવા સદનના સર્વેયર રાકેશ હરીભાઇ ચાવડાએ ખાણ ખનીજ લીઝ મુદ્દે ૧ લાખની લાંચ માંગી હતી જયારે રાધનપુરના ટાઉન પ્લાનર અને પાલિકાના એન્જીનીયર રણછોડ ચેહરભાઇ ગજજરે બીલ પાસ કરાવવા માટેરૂ.૧૦ હજારની લાંચની માંગણી કરી હતી. આ કામગીરી આણંદના સી.આર. રાણા અને બનાસકાંઠાના કે.જે. પટેલ અને ટીમે કરી હતી.(૬.૨૬)

(4:24 pm IST)