Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

15મી એપ્રિલથી રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું :હવામાન ખાતાની આગાહી

કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ઉપરવાસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર: સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવશે

ગુજરાતી : રાજ્યમાં હાલમાં આકારો તાપ સાથે ગરમીએ માજા મૂકી છે કારમી ગરમીને કારણે બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યાં છે. બપોરનાં સમયે મોટાભાગનાં જાહેર રસ્તાઓ સૂમસમા બની ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 15મી એપ્રિલથી રાજ્યમાં અનેક જગ્યાએ માવઠું થઇ શકે છે.

 

   હવામાન વિભાગે જણાવ્યું છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતનાં ઉપરવાસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તૈયાર થઇ રહ્યું છે. જેને કારણે આગામી 15મી એપ્રિલથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવી શકે છે.

  આ દરમિયાન દરિયા તરફથી ફૂંકાતા પવનના કારણે વાતાવરણ પણ વાદળછાયું રહેશે. ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠું થવાની શક્યતાઓ છે. મહત્વનું છે કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 72 કલાક સુધી ઉત્તર ગુજરાત ગરમીની ઝપેટમાં રહેશે

(12:52 pm IST)