Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

નર્મદા સહિત રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી ચોરીમાં થયેલી ૧૦ મોટર સાયકલો સાથે આરોપીઓને ઝડપી પાડતી નર્મદા એલસીબી

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ પોલીસ અધિક્ષક ,નર્મદા દ્વારા જીલ્લામાં  અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને એ.એમ.પટેલ , પોલીસ ઈન્સ્પેક્ટર ,એલ.સી.બી તથા સી.એમ.ગામીત પો.સ.ઇ. એલ.સી. બી.તેમજ એલ.સી. બી. સ્ટાફ મારફતે જીલ્લામાં થતી ચોરીઓની વોચ તેમજ ટેકનીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવતા મો.સા. ચોરીની ગેંગ ઉમરાલી પો.સ્ટે . જીલ્લો અલીરાજપુર ( MP )ના કાર્યક્ષેત્રમાં આવતુ બડી ઉતાવલી ગામે એલ.સી.બી. ટીમે કોબીંગ કરી આરોપીઓના ગામે રહેણાંક વિસ્તારમાં સર્ચ કરી ચોરીમાં ગયેલ કુલ -૧૦ મોટર સાયકલો કબજે કરવામાં આવી હતી જેમાં આમલેથા પો.સ્ટે.ના અનડીટેક્ટ મોટર સાયકલના ગુના ડીટેક્ટ કરવામાં આવ્યા છે.તેમજ રાજપીપલા વાહન ચેકીંગ દરમ્યાન આરોપી જયરામ વાલસીંગ કોણ (રહે , સાગબારા  જી.અલીરાજપુર ( MP )ને નસવાડી પો.સ્ટે . મોટર સાયકલ ગુનાના કામે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી નસવાડી પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો છે

(10:42 pm IST)