Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમીરગઢમાં શિયાળાની શરૂઆતમાં જ પોસ્ટ ઓફિસને નિશાન બનાવી તસ્કરોએ દીવાલ તોડી અંદર ઘુસી જતા ચકચાર મચી જવા પામ્યો

અમીરગઢ: શહેરમાં શિયાળાની શરૃઆત થતાંજ નિશાચોરો એક્ટિવ મોડમાં આવી ગયેલ હોવાથી પોસ્ટ ઓફિસની દિવાલ તોડી અંદર ઘુસી હાથફેરો કરી જતા ચકચાર મચી ગયેલ છે.

તાલુકા મથક અમીરગઢમાં ચોર ટોળકી સક્રિય બનતા પંદર દિવસમાં ત્રણ ચોરી કરી ગયા હોવાથી સ્થાનિક રહીશોમાં ભય ફેલાયેલો જોવા મળે છે. મંદિરો અને વેપારીઓ બાદ હવે સરકારી કચેરીઓ સુધી પોહચેલા નિશાચોરો પોલીસના પક્કડમાંના આવતા પોલીસ સાથે ચોર પોલીસની સંતાકુકડી રમી રહ્યા છે. જોડાક દિવસ પેલા સત્ય નારાયણ મંદિરમાં ચોરી થયેલ હતી ત્યાર બાદ સોનીની દુકાનનું સટર તોડયું હતું અને ગત રાત્રીના પોસ્ટ ઓફિસની દિવાલ તોડી અંદર પ્રવેશ કરી તેમાં પડેલ ટેઝરીની તિજોરીને ખોલવાના પ્રયાસો કરેલ હતા. પરંતુ તિજોરીના ખુલ્તા જે તે અવસ્થામાં મુકી અન્ય સામાનને નુકશાન કરી બહાર પડેલ બારસો રૃપિયા લઇ પલાયન થઇ ગયા હતા. આથી પોસ્ટ ઓફિસના ઇન્ચાર્જ દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી આરંભેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢમાં શિયાળામાં ચોરીના પ્રમાણ વધતા રહે છે. પરંતુ આ વર્ષે શિયાળાની શરૃઆતમાં જ ચોરી થતા રહીશોમાં ભય ફેલાયો છે. માટે રાત્રીમાં પોલીસ પેટ્રોલીગ વધુ રહે તે લોક હિતમાં છે. 

(5:34 pm IST)