Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અમદાવાદમાં કોરોનાના કારણે ટુ વ્‍હીલર અને ફોર વ્‍હીલર સેક્‍ટરને મોટો આર્થિક ફટકોઃ ઓક્‍ટોબર મહિનામાં વાહનોના વેચાણમાં 24 ટકાનો ઘટાડો

અમદાવાદ: વર્ષ 2020 કોરોનાના કારણે દરેક સેક્ટરને આર્થિક નુકસાન ભોગવવું પડ્યુ છે. માર્ચ મહિનામાં લોકડાઉન લાગ્યા બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર સેકટરને મોટો આર્થિક ફટકો વેઠવો પડ્યો હતો. એપ્રિલ મહિનામાં જ્યા ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં વેચાણ નહીંવત થઈ ગયું હતું. ત્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં ઓટોમોબાઈલ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકાયા હતા. આ બંને મહિનામાં કારના વેચાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.

ઓકટોબર મહિનામાં વાહનોના વેચાણમાં થયો ઘટાડો

ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કારના વેચાણ અને બુકિંગનો આધાર રાખીને ઓકટોબર મહિનામાં દિવાળીના તહેવારોના પગલે વેચાણ વધશે તેવી કંપની માલિકો અને ડીલર્સ આશા સેવી રહ્યા હતા.ઓકટોબર મહિનામાં વાહનોના વેચાણમાં 24 ટકાનો ઘટાડો થયો. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી ડીલર એસોસિયેશનના આંકડા મુજબ ઓકટોબર મહિનામાં કોમર્શિયલ વાહનોના વેચાણમાં 8.8 ટકાનો ઘટાડો થયો.

ટુ વ્હીલર માર્કેટને પણ મંદીનું ગ્રહણ

નવરાત્રિમાં સુધારામાં રહેલા ટુ વ્હીલર માર્કેટને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું. આ વર્ષે ભારતમાં ઓકટોબર મહિનામાં 10,41,682 ટુ વ્હીલરના વેચાણ થયા જેની સામે ગત વર્ષે ઓકટોબર મહિનામાં 14,23, 394 ટુ વ્હીલર વેચાયા હતા. નવરાત્રિમાં ટુ વ્હીલરનું વેચાણ વધ્યુ હતું.

સૌથી વધારે કોમર્શિયલ વાહનોનું વેચાણ ઘટયું

ઓકટોબર મહિનામાં કોમર્શિયલ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે, FADAના રિપોર્ટ અનુસાર 30.32 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે ઓકટોબર માસમાં દેશમાં 63 હજાર 837 વાહનોનું વેચાણ થયું હતું તેની સામે આ વર્ષે 44,480 યુનિટનું સેલિંગ થયું છે.

ઓટોરિક્ષાના બજારને પણ આર્થિક ફટકો

વર્ષ 2019માં ઓકટોબરમાં 63 હજાર રિક્ષાઓનું વેચાણ થયુ હતું જેની સામે વર્ષ 2020માં ઓકટોબર માસમાં વેચાણ સીધું 64.5 ટકા ઘટ્યું છે. ઓકટોબર માસમાં ફકત 22,381 રિક્ષાઓ વેચાઈ છે.

(4:25 pm IST)