Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

સાંતેજમાં શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા 20 આરોપીઓની ધરપકડ

21 ફોન 7 કાર અને 89 લાખનો મુદ્દામાલ જપ્ત: બર્થડે પાર્ટી ઉજવવા ભેગા થયેલા લોકોમાં રાજકીય નબીરો પણ સામેલ

ગાંધીનગર : જિલ્લાના સાંતેજમાં આવેલા શ્રમદીપ ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા પાડતા દારૂની મહેફિલ માણતા 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળતા ફાર્મહાઉસમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં 21 ફોન 7 કાર અને 89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 આ આરોપીઓ થલતેજ, બોડકદેવ અને ગાંધીનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. માનુષ દેસાઇ નામની વ્યક્તિની બર્થ-ડે પાર્ટી ઉજવવા લોકો ફાર્મહાઉસમાં શામેલ થયા હતાં. બર્થડે પાર્ટી ઉજવવા ભેગા થયેલા લોકોમાં રાજકીય નબીરો પણ સામેલ હતો

(2:11 pm IST)