Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

હવે ઠુઠવાશે ગુજરાત

ગુજરાતમાં ઠંડી ધીમે-ધીમે જમાવટ કરી શકે છે : ૨૨ ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ટાઢ

જાન્યુઆરીમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાના એંધાણ

નવી દિલ્હી,તા. ૧૧: ગુજરાતમાં ઉત્તાર પૂર્વિય દિશા તરફથી ઠંડા અને સુકા પવન ફૂંકવાની શરૂઆત થઇ ચૂકી છે. જેના કારણે રાજયમાં ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. જોકે, રાજયમાં ૧૫ નવેમ્બરથી શિયાળાની ઋતુની સત્તાાવાર શરૂઆત થશે જયારે ૨૨ ડિસેમ્બર બાદ હાડ થીજવતી ઠંડી પડવાની જયોતિષોએ આગાહી કરી છે. ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેકોડ બ્રેક ઠંડી પડવા શકયતા વચ્ચે આજે સિઝનમાં પહેલીવાર અમદાવાદનું તાપમાન ૧૬.૨ ડિગ્રી નોંધાતા વહેલી પરોઢે ઠંડકનો અહેસાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ઉત્તાર ભારતમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તાર ભારતના લદ્દાખ, ઉત્તારાખંડ, હિમાચલ પ્રદેશ સહિતના રાજયોમાં ભારે ઠંડી શરૂ થઈ હતી. અહીંનું તાપમાન ઝડપથી નીચે જઈ રહ્યું છે. જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં વર્તાશે.

છેલ્લા ઘણા દિવસોથી વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ધીમે ધીમે લઘુતમ તાપમાન ઘટી રહ્યું છે. જોકે, ગુજરાતમાં હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે ૧૮ નવેમ્બર બાદ લઘુતમ તાપમાન ઘટશે. ઠંડીનો ચમકારો અનુભવાશે. તો ૪ ડિસેમ્બરના તાપમાન ઘટીને ૧૨ ડિગ્રી આસપાસ પહોંચી જશે. ૮ અને ૧૯ ડિસેમ્બરના પણ વધુ ઠંડી અનુભવાશે. ૨૨ ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે તો જાન્યુઆરી મહિનામાં રેકોડ બ્રેક ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજયમાં કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન ૮ ડિગ્રીથી પણ નીચું જશે. નલિયામાં ૫ ડિગ્રી તાપમાન નીચું જવાની શકયતા છે. બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ ૫ ડિગ્રી તાપમાન નીચું જવાની શકયતા રહેશે. આબુમાં શૂન્ય ડિગ્રીથી નીચે તાપમાન જવાની શકયતા છે. ગુજરાતમાં ધુમ્મસનું પ્રમાણ વધશે. ૧૮-૧૯- ૨૯ ડિસેમ્બરમાં પણ જોરદાર ઠંડીનો ચમકારો રહશે.

ઉતરપૂર્વના પવનો ફૂંકાતા રાજયમાં બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. કારણ કે, લઘુતમ તાપમાન નીચે રહેવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. તો બીજી તરફ દિવસનું મહત્તામ તાપમાન ઊંચું રહેવાને કારણે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ ડિસેમ્બરની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ વધશેઅને હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થશે.

(10:13 am IST)