Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

પાલનપુર આરટીઓ અધિકારી વતી ડ્રાઈવર લાંચ લેતા ઝડપાતા ચકચાર

ફોર્મનુ ઇન્સ્પેક્શન તથા વેરીફાઇ કરાવવાનાં એક ફોર્મ દીઠ ઉઘરાણા

પાલનપુર આરટીઓ અધિકારી વતી કરાર આધારિત ડ્રાઈવર લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઇ છે. શો રૂમમાં વેચાણ થયેલા દ્રિચકી વાહનોનાં ફી ફોર્મનું ઇન્ફેક્શન અને વેરીફાઈ કરવા ઇન્ચાર્જ આરટીઓ મહિલા અધિકારીએ લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતા ના હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી પાટણ એસીબી ટીમે વોચ ગોઠવી આરટીઓ અધિકારીનાં કહેવાથી લાંચ સ્વીકારતા ડ્રાયવરને ઝડપી પાડ્યો છે.

બનાસકાંઠા જિલ્લાનાં મુખ્ય મથક પાલનપુરનાં આરટીઓ અધિકારીનો ચાર્જ હાલ દ્રષ્ટિબેન જયંતીભાઇ પટેલ પાસે છે. જિલ્લામાં દ્વીચક્રી વાહનનાં શો રૂમમાં વેચાણ થયેલ નવા વાહનોનાં રજીસ્ટ્રેશનની ફી ઓનલાઇન ભરાતી હોય છે. જોકે દ્રષ્ટિબેને ફરીયાદી પાસે પાલનપુર જીલ્લાનાં ફોર્મનુ ઇન્સ્પેક્શન તથા વેરીફાઇ કરાવવાનાં એક ફોર્મ દીઠ રૂ.75 ની તથા પાટણ જીલ્લાનાં એક ફોર્મ દીઠ રૂ.100 લેખે ગત માસનાં વેંચાણ થયેલા વાહનનાં કુલ પેટે રૂ. 83,200 ની માંગણી કરી હતી.

(12:27 am IST)