Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

રાજ્ય સરકારના આદેશ બાદ બિન સચિવાલયની પરીક્ષા કરાઇ રદ્

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ: ગૌણ સેવા મંડળે કરી જાહેરાત

અમદાવાદ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આ પરીક્ષા 20 ઓકટોબરે યોજાવાની હતી. બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાવાની હતી. જેમાં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતાં. આ પરીક્ષા 3 હજાર 53 બેઠકો માટે યોજાવાની હતી. તેમજ પરીક્ષાના પેપર ફૂટ્યા હોવાના મેસેજ ફરતા થયાં હતાં

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ સરકારી ભરતી યોજવામાં આવતી હોય છે. જો કે, કેટલીક વખત પેપર લીક કે વાયરલ થવાની ઘટનાને ધ્યાને રાખીને ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરેલ છે.

 

ત્યારે આજરોજ ગૌણ સેવા મંડળે સત્તાવાર વેબસાઇટ પર બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી હોવાની જાણ કરી હતી.

(9:51 pm IST)