Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

મહુધાના મોજેરામના મુવાડા પાટિયા નજીક ટ્રકને ઓવરટેક કરવાની લ્હાયમાં બસ ચાલકે કારણે હડફેટે લેતા પાંચ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મહુધા:તાલુકાના મોજેરામના મુવાડા પાટીયા નજીક એસટી બસના ચાલકે ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી એક ગાડીને ટક્કર મારતાં કારમાંં સવાર પાંચ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ લઈ એસ.ટી બસ ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ કઠલાલ તાલુકાના ભાનેરમાં રહેતાં મોહનલાલ દર્શનલાલ ચોપડા તેમના પરિવાર સાથે ગતરોજ મોડીસાંજના સમયે પોતાની કાર નં. પીબી-૨૦, બી-૦૪૪૪ લઈ નડિયાદ જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન તેઓ મહુધા તાલુકાના મોજેરામ મુવાડા ગામના પાટીયા નજીકથી પસાર થતાં હતાં ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતી એસટી બસ નં. જીજે-૧૮, વાય-૫૭૨૮ના ચાલકે પોતાનું વાહન બેદરકારીપૂર્વક હંકારી આગળ જતા વાહનની ઓવરટેક કરવાની લ્હાયમાં સામેથી આવતી મોહનલાલની કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગાડીના ચાલક મોહનલાલ ચોપડા તેમજ ગાડીમાં સવાર તેમના પત્ની અમૃતપ્રીતમ, પુત્રી ગગનજ્યોત અને પૌત્ર ભગદીપ તેમજ હર્ષદીપને ઈજા પહોંચી હતી.

(5:29 pm IST)