Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

પ્રાંતિજમાં રસ્તા પર રખડતા ઢોરોનો આતંક: પશુઓએ લોકોને હડફેટે લેતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા

પ્રાંતિજ: શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ પર રખડતા પશુઓના અડિંગાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને પશુઓએ લોકોને અડફેટે લેવાના બનાવો પણ સામે આવ્યા છે.  તેમજ ક હડકાયા કુતરા લોકોને ભચકાં ભરી લે છે જેને લઈને શહેરી જનો પરેશાન જોવા મળે છે.

 પ્રાંતિજમાં નગર પાલિકા  દ્વારા રખડતા પશઓ પકડવામાં ઠાગાઠૈયા કરવામાં આવ રહ્યા છે. શહેરના લાલ દરવાજા,નાની ભાગોળ,  બારકોટ, ભોઈવાસ,

ભટ્ટીવાસ,પઠાણવાડા તેમજ મુખ્ય બજારો તેમજ સોસાયટી વિસ્તારોમાં  રખડતી ગાયો તેમજ કૂતરાઓના ઝુંડ જોવા મળે છે આ અંગે પાલિકા સમક્ષ એક કોર્પોરેટરે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી રહયું છે.

(5:27 pm IST)