Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સાયબર ક્રાઈમમાં માસ્ટરી ધરાવતા પીએસઆઈ એ.આર. ગોહિલનું ડીજીપી દ્વારા બહુમાન

રાજકોટ-વડોદરા અને હવે દેવભૂમિ દ્વારકાનું ગૌરવ વધાર્યુ

રાજકોટઃ. દેવભૂમિ દ્વારકામાં પીએસઆઈ તરીકે દ્વારકાની સંવેદનશીલતા તથા સુરક્ષા ધ્યાને લઈ સાયબર ક્રાઈમ ક્ષેત્રે માસ્ટરી ધરાવતા જે પીએસઆઈ એ.આર. ગોહિલની ખાસ નિમણૂક થઈ છે તેવા આ પીએસઆઈને સમગ્ર માસ દરમિયાન સાયબર ક્રાઈમ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિ બદલ રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા વિશેષ બહુમાન કરી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.

રાજકોટમાં પોલીસ કમિશ્નર મોહન ઝાના કાર્યકાળ દરમિયાન સાયબર ક્રાઈમમાં અનેરી સિદ્ધિ હાંસલ કરવા સાથે વડોદરામાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ યશસ્વી ફરજ બજાવનાર એ.આર. ગોહિલે દેવભૂમિ દ્વારકામાં પણ પ્રસંશનીય ફરજ બજાવી પોતાની વરણીની યથાર્થતા ઠેરવી છે.

(12:47 pm IST)