Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

નવી દિલ્હી ખાતે યોજાયેલાં એજ્યુકેશન વર્લ્ડ અવોર્ડ 2019માં, બોય્સ ડે સ્કુલ કેટેગરીમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલને અમદાવાદમાં પ્રથમ નંબર

અમદાવાદ તા. 11: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષતા નીચે ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપી (SGVP) ઇન્ટરનેશનલ સ્કુલમાં હોસ્ટેલમાં ૪૦૦ બાળકો, જેમાં ૪૦ બાળકો NRI ના, ૫૦ બાળકો આંતરરાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ વેગેરેના અને શાળામાં સીટીના ૧૨૦૦ બાળકો મળી ૧૬૦૦ વિદ્યાર્થીઓ સંસ્કાર સભર આધુનિક શિક્ષણ મેળવે છે.

  ખરેખર અેસજીવીપી સ્કુલ Study, sports અને spirituality ના આદર્શ સાકાર કરવાની સાથે કે.જી.થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રદુષણ રહિત વિશુદ્ધ પર્યાવરણ, .સી.હોસ્ટેલ, આંતરરાષ્ટ્રિય કક્ષાનું લીલુછમ મેદાન, વળી ખેલકૂદ કૌશલ્ય મેળવવા માટે ક્રિકેટ, ફુટબોલ, બાસ્કેટ બોલ, સ્વીમીંગ, હોર્સ રાઇડીંગ, સ્કેટીંગ, લોન ટેનિસ વગેરે ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

   સતત ૧૦૦ ટકા પરિણામ લાવતી એસજીવીપી સંસ્થાને  ICSE & CISCE (કાઉન્સિલ ફોર ઇન્ડીયન સ્કુલ સર્ટિફેિકેટ એક્ઝામિનેશન ન્યુ દિલ્હી ની માન્યતા મળેલ છે. તેમજ અમેેરિકા સ્થિત અને સમગ્ર દુનિયામાં શિક્ષણનું આંતરરાષ્ટ્રિય સ્તર જાળવતી AdvancED સંસ્થાની માન્યતા મળેલ છે.

   તાજેતરમાં નવી દિલ્હી ખાતે યોજાયેલાં એજ્યુકેશન વર્લ્ડ અવોર્ડ 2019માં, બોય્સ ડે સ્કુલ કેટેગરીમાં એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલને અમદાવાદની નંબર વન અને સમગ્ર ગુજરાતની બીજા નંબરની સ્કુલનો રેન્ક આપી અવોર્ડ આપવામાં આવ્યો હતો. સંસ્થા વતિ સ્કુલના ચિફ એડમિનિસ્ટ્રેટર શ્રી હેમલ પંડ્યાએ ઍવોર્ડ સ્વીકાર્યો હતો.

  એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કુલને અમદાવાદની નંબર વન શાળાનો એવોર્ડ મળતા શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોને અભિનદંન આપ્યા હતા.

(11:54 am IST)