Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

આણંદના લાંભવેલ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો : 46 લાખ ભરેલો થેલો લઈને લૂંટારુઓ ફરાર

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધવા તજવીજ : જિલ્લાભરમાં નાકાબંધી

આણંદના લાંભવેલ પાસે આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વી પટેલ આંગડીયા પેઢીમાં લૂંટની ઘટના બની છે. આંગડીયા પેઢીના કર્મચારી પાસે થી અંદાજીત 46 લાખની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા. જે અંગે પોલીસને જાણ કરતા પોલીસ નોકાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. સીસીટીવીની મદદથી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

  મળતી વિગત મુજબ આંગડીયા પેઢીના પિતા અને પુત્ર ઘરેથી બાઇક પર આંગડીયા પેઢીની રોકડ લઇને નીકળ્યા હતા. ત્યારે બાઇક પર આવેલા અજાણ્યા લૂંટારૂઓએ બાઇક પરથી નાંણા ભરેલો થેલો લઈને ફરાર થઇ ગયા હતા. ઘટનાને પગલે જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસ એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. પેટ્રોલ પંપ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

(10:01 pm IST)