Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામમાં ભૂકંપના આંચકા: તીવ્રતા 3.0થી વધુ

સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા

જામનગર : મોડીરાત્રે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ત્રણ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કાલાવડ તાલુકાના સરાપાદરા ,ખાનકોટડા અને બેરાજા ગામમાં મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા છે ત્રણેય ગામમાં  મોડીરાત્રે 22.55 અને 23.16 વાગ્યે આંચકા અનુભવાયા છે

 ભૂકંપના આંચકાની તીવ્રતા 3.0 રિક્ટર સ્કેલથી વધુ  નોંધાઈ છે ભૂકંપના આંચકાનું આપી સેન્ટર જામનગરથી 23 કિમિ દૂર છે

(12:24 am IST)
  • ડીએચએફએલ, સીજી પાવર અને એચડીઆઇએલ પછી વધુ એક કોર્પોરેટ હાઉસ ''સીરીયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસ-એસએફઆઇઓ''ના રાડારમાં હોવાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. આ કંપનીના એમડી વિરૂધ્ધ ટુંક સમયમાં ''લૂક આઉટ સર્કયુલર'' જાહેર થશે તેવુ જાણવા મળ્યાનું પણ ન્યુઝ ફર્સ્ટનો હેવાલ જણાવે છે access_time 12:45 pm IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST

  • ઈજાગ્રસ્ત ઝિંગન બાંગ્લાદેશ વિશ્વકપ ક્વાલિફાયર મેચથી બહાર :ભારતીય ફૂટબોલ ટીમના ડિફેન્ડર સંદદેશ ઝિંગન ઇજા થવાના કારણે 15મી ઓક્ટોબરથી બાંગ્લાદેશ વિરુદ્ધ ફિફા વિશ્વકપ ક્વાલિફાયર મુકાબલાથી બહાર થયો : ઝિંગનને નોર્થઇસ્ટ યુનાઇટેડ એફસીના વિરુદ્ધ રમાયેલ મૈત્રી મેચમાં ઇજા થઇ હતી access_time 1:22 am IST