Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મહેસાણામાં જીઈબીનો કર્મચારી એક હજારની લાંચ લેતા ઝડપાયો

વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી લાંચ માગી

મહેસાણામાં જીઈબીનો કર્મચારીને એક હજારની લૉન્ચ લેતા એસીબીએરંગેહાથ ઝડપી પાડ્યો છે. કર્મચારીએ વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી એક હજાર રૂપિયા લાંચ માગી હતી, જે અંગેની જાણ ACBને થતા છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

  અંગેની વિગત મુજબ મહેસાણા GEBમાં ફરજ બજાવતા કિરીટ સોલંકીએ એક દુકાનદાર પાસેથી વિદ્યુત શૂલ્કમાં રાહત આપવા માટે દુકાનદાર પાસેથી એક હજાર રૂપિયાની લાંચ માગી હતી. ફરીયાદી મહેસાણા ખાતે પોતાની ઈલેક્ટ્રીક માલસામાન ઉત્પાદનની યુનિટ હોય અને સરકારની યોજના મુજબ ઈલેકટ્રીક ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતુ હોય તેવા યુનિટમાં વિદ્યુત શુલ્કમાં રાહત આપવામાં આવે છે જે વિદ્યુત શુલ્ક ઓછો કરવા માટેનો લાભ આપવા માટે કામના આક્ષેપિત દ્વારા ફરીયાદી પાસેથી 1000ની લાંચની માંગણી કરતા લાંચ ફરીયાદીએ આરોપીને આપવી હોય જેથી .સી.બી.માં ફરીયાદ કરતા તે આધારે એસીબીએ છટકુ ગોઠવતા આરોપીએ ફરીયાદી પાસે રૂા.,૦૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારતા રંગે હાથ ઝડપાયો છે

(11:35 pm IST)