Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વડોદરા નજીક બામણગામની નદીમાં પગ લાપસી જતા પત્નીની નજરની સામે પતિનો પાણીમાં ગરકાવ થતા મોત

વડોદરા:નજીકના બામણગામની નદીમાં પડી જતા યુવકનું તેની પત્ની સામે જ મોત નીપજ્યું હતું.બામણ ગામે રહેતા ઘનશ્યામભાઈ રણછોડભાઈ રાઠોડીયા તેમના પત્ની સાથે સવારે ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે ગામની નદી ઉપરના નાળા પરથી કમર જેટલું પાણી વહેતું હતું. આ વખતે પતિ આગળ જઈ રહ્યા હતા. જ્યારે, તેમના પત્ની પાછળ આવી ગયા હતા.

આ વખતે એકાએક ઘનશ્યામભાઈ પાણીનાં વહેણમાં ખેંચાઈ ગયા હતા અને નદીમાં ડૂબવા માંડતા તે દૃશ્ય જોઈ પત્નીએ બુમરાણ મચાવી હતી. પરંતુ ગામલોકો મદદ આવ્યા ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને ઘનશ્યામભાઈનું મોત નિપજયું હતુ.

(5:32 pm IST)