Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમીરગઢ નજીકથી પોલીસે બે દારૂ ભરેલ ટ્રકને બાતમીના આધારે ઝડપી પાડી

બનાસકાંઠા: શહેર ના અમીરગઢ ખાતે આવેલ ગુજરાત રાજસ્થાન સરહદ ધરાવનાર પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશવા જતી વિદેશી દારૂ ભરેલ બે ટ્રકોની પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અમીરગઢ ખાતે આવેલ અતિ સંવેદનશીલ ગણાતી ચેકપોસ્ટ પર અવાર નવાર દારૂ ભરીને જતી ગાડીઓ પકડાઈ રહેતા ગુજરાતમાં લઇ જવાતા આ વિદેશી દારૃ પરથી સાબિત થાય છે કે ગાંધીના ગુજરાતમાં કેટલાક પ્રમાણમાં દારૂ બંધી છે આવી રીતે લઇ જવાતા વિદેશી દારૂની હેરાફેરીને સંદતર નાબુત કરવા માટે બનાસકાંઠા પોલીસ વડા પ્રદીપ સેજુળ દ્વારા જિલ્લાની દરેક બોડર ઉપર કડક સૂચન કરતા દરેક જગ્યાએ સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહી છે.

(5:30 pm IST)