Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સુરતના પાલ વિસ્તારમાં બોગસ બિલિંગનું 20 કરોડનું કૌભાંડ બહાર આવ્યું: આશંકાના આધારે તપાસ શરૂ

સુરત:સ્ટેટ જીએસટી વિભાગની ટીમે પાલ ગેલેક્ષી સર્કલ ખાતે ૧૧ કંપનીઓના નામે બોગસ બીલીંગનો ખેલ કરીને અંદાજે ૨૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

બોગસ બીલીંગના આધારે આચરવામાં આવતા લાખો કરોડો રૂપિયાના કૌભાંડની આશંકાના આધારે સ્ટેટ જીએસટી વિભાગની ટીમે સુરતના પાલ વિસ્તારમાં ગેલેક્ષી સર્કલ સિલ્વર પોઈન્ટ ખાતે ઉમંગ પટેલ નામના શખ્શની પ્રિમાઈસીસ પર તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કુલ ૧૧ જેટલી વિવિધ કંપનીઓના ધંધાકીય સ્થળોને સકંજામાં લેવામાં આવ્યા છે.

(5:28 pm IST)