Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નડિયાદના નરસંડામાં પીકઅપ ડાલાની ધોળા દિવસે ચોરી થતા અરેરાટી

નડિયાદ: તાલુકાના નરસંડા ગામમાં મલાવાડ રબારી ભાગોળ વિસ્તારમાં રહેતાં અને કેટરીંગના ધંધા સાથે સંકળાયેલા ગણપતભાઈ હરમાનભાઈ પુરોહિતે ગત તા.૨૩-૬-૧૯ ના રોજ પોતાની મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પીકઅપ ડાલુ નં જીજે ૦૭ વીડબલ્યુ ૫૯૩૦ ને તેમના ઘર પાછળથી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. ત્યારબાદ પીકઅપનું કોઈ કામ પડ્યુ ન હોવાથી તે ત્યાં જ પડી રહી હતી. ગત સોમવારના રોજ મોડી રાત્રે પણ પીકઅપ ડાલુ તે જ જગ્યાએ હતુ. 

 


જો કે બીજા દિવસે વહેલી સવારે ગણપતભાઈ ઊઠ્યાં તે વખતે પીકઅપ ડાલુ પાર્ક કરેલ જગ્યાએ ન હતું. જેથી ગણપતભાઈએ સૌપ્રથમ તેમના ડ્રાઈવરને તેમજ અન્ય લોકોને જાણ કરી આસપાસના વિસ્તારોમાં પીકઅપ ડાલાની શોધખોળ હાથ ધરી હતી. 

(5:23 pm IST)