Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઊંઝામાં વેપારી સાથે વિશ્વાસઘાત : મહેતાએ બારોબાર 18 લાખનું જીરું વેચી નાખ્યું : છેતરપીંડી કરીને ફરાર

હોલસેલના વેપારીને જીરું વેચ્યા બાદ ચુકવણું નહીં થતા આકરી પૂછપરછ કરતા મહેતાજી ભાગી ગયો

ઊંઝામાં એક મહેતાજીએ વેપારી સાથે વિશ્વાસઘાત કર્યાની ઘટના બહાર આવી છે વેપારીનું સરેરાશ 18 લાખનું જીરું વેચી મહેતા ફરાર થઈ જતાં ચકચાર મચી છે.આ અંગે રાજેશ માધવલાલ પટેલ નામના વેપારીએ ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

 આ અંગેની વિગત મુજબ ઊંઝા ગંજબજારના રાજેશ માધવલાલ પટેલ નામની પેઢીમાં સાગર લગધીરભાઈ પટેલ (રહે. નાની ભાપડી, તા. થરાદ, જી.બનાસકાંઠા) નામનો વ્યક્તિ મહેતા તરીકે કામ કરતો હતો. આ દરમિયાન વેપારીને વિશ્વાસમાં લઈ પ્રથમ 255 મણ જીરું રૂ. 3150 ના ભાવે હોલસેલ વેપારી પેઢીને વેચી આવ્યો હતો. આ પછી બીજી વખત 357 મણ જીરું રૂ. 3050 ના ભાવે વેચી કુલ રૂ. 19 લાખથી વધુ આપવાના હતા.

અઠવાડિયામાં ચૂકવણું થતું હોઇ 10 દિવસે પણ રકમ આવી નહોતી. આથી વેપારીએ આકરી પૂછપરછ કરતા સાગર નામનો મહેતા ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે વેપારીએ ફોન ઉપર અને રૂબરૂ મળીને રકમ પરત લેવા મથામણ કરી હતી. જોકે 2 લાખ આંગણિયા મારફત મોકલ્યા બાદ બાકીના રૂ‌. સરેરાશ 18 લાખની છેતરપિંડી આચરી છે. જેથી વેપારી રાજેન્દ્રકુમારેએ નાણાંકીય વિશ્વાસઘાત કરનાર મહેતાજી સામે ફરીયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે ઇ.પી.કો ક.૪૦૬ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(2:15 pm IST)