Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ૨૮ વર્ષથી અન્યાયઃ કાલે ગાંધીનગર ખાતે પ્રતીક-ઉપવાસ-ધરણાઃ ઉગ્ર આંદોલનની ચિમકી

સામાન્ય વેતનમાં કુટુંબનું ભરણ-પોષણ કઠીનઃ ૨૮-૨૮ વર્ષથી આર્થિક શોષણ કરાતું હોવાનો મહામંડળનો રાજય સરકાર ઉપર આરોપ

ગાંધીનગરઃ તા.૧૧, ગુજ૨ાત ૨ાજય મધ્યાહન ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખશ્રી ચંદનસિંહ કે. વાઘેલા તથા મહામંત્રીશ્રી રૂપાભાઇ જે. બારીયા તથા  ગંભીરભાઈ જી. વસાવા તથા  શ્રી મહેન્દ્રકુમાર જે, પંચાલ તથા ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા તથા મંત્રી શ્રી ઇશ્વરભાઇ વી . જોષી  તથા   પ્રતાપભાઈ પી, ખાબડ તથા   કારોબારી સભ્યશ્રીઓએ એક સંયુકત નિવેદનમાં જણાવ્યું છે કે, મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા કર્મચારી જેવા કે  સંચાલક, રસોઇયા અને મદદનીશો સામાન્ય વેતનદરમાં નોકરી કરે છે. છેલ્લા ૩૫ વર્ષથી (સને ૧૯૮૪થી) આજ દિન સુધી સ૨કા૨શ્રીના નીતિ નિયમો મુજબ પોત-પોતાની ફ૨જ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે .  સંચાલકને મળતું માસિક વેતન રૂ. ૧૬૦૦ રસોઇયાને મળતું માસિક વેતન રૂ. ૧૪૦૦  મદદનીશને મળતું માસિક વેતન રૂ. ૧૦૦૦  હાલમાં ત્રણે કર્મચારીઓને  મળે છે.

 ઉપરોકત મળતા સામાન્ય વેતનમાં  કુટુંબનું ભરણ-પોષણ કરવા માટે અતિ કઠિન છે. આમ છેલ્લા ૨૮-૨૮ વર્ષથી આર્થિક શોષણ થઈ ૨હ્યું  છે. પગાર ધોરણ   લધુતમ ધો૨ણ આપી કાયમી કરવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૦૬-૦૯-૨૦૧૧ના ચુકાદાનો અમલ પણ રાજય સરકારશ્રીએ  કર્યો નથી. આમ પગાર ધોરણ/ લધુતમ ધોરણ આપી કાયમી થવા માટે સને ૧૯૯૦ થી સને ૨૦૧૮ સુધી એટલે કે આજ દિન સુધી રાજય સરકારશ્રીમાં મૌખીક/ લેખીત તેમજ આંદોલનો દ્વારા અનેકવાર રજુઆતો કરવામાં આવી રહી છે. જેની લેખીતમાં રજુઆતોના આવેદન પત્રો રાજયસરકારશ્રીમાં પડેલા છે.  તેમણે વધુમાં જણાવેલ કે  અમારી મહત્વની ત્રણ માંગણીઓ 

(૧) પગાર ધોરણ / લધુત્ત્।મ વેતન કાયમી કરવા બાબત (નામદાર ગુજરાત  હાઇકોર્ટના તા. ૦૬-૦૯-૨૦૧૧ના ચુકાદા મુજબ ન્યાય આપવા બાબત.

(૨) એન.જી.ઓ, દાખલ નહીં કરવા બાબત. જે જિલ્લાઓમાં એન.જી.ઓ, દાખલ કરેલ છે તે રદ કરી છૂટા થયેલા તમામ કર્મચારીઓને પોતાના મુળ કેન્દ્ર પર પુનઃ નિમણુંક આપવા બાબત.

(૩) તાજેતરમાં મધ્યાહન ભોજન યોજનામાં નવા મેનુ તેમજ અલાયદી નાસ્તો આપવાનો જી.આ૨. કરેલ છે તે ૨દ કરવા બાબત છે.

  છેલ્લે સ૨કા૨શ્રીએ સત્યાગ્રહ છાવણી ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન કરવાની મંજુરી નહીં આપતા નાછૂટકે રાજય મહામંડળે પ્રાઇવેટ જગ્યા પર આંદોલન કરવાનું નક્કી કર્યું હતું. તેના સંદર્ભમાં રાજય મહામંડળના કારોબારી સભ્યશ્રી અને દહેગામ તાલુકા મંડળના પ્રમુખ શ્રી કેશરીસિંહ એમ, પરમાર ફાર્મમાં નવા લક્ષમીપુરા, તા. દહેગામ, જી. ગાંધીનગર મુકામે રાજય મહામંડળના પ્રમુખશ્રીએ આમરણાંત ઉપવાસ દિન-૫૦ (તા. ૧૭ ૦૨-૨૦૧૮ થી તા. ૦૭-૦૪-૨૦૧૯ સુધી) શરૂ કરેલા હતા. તેમ છતાં ઉપરોકત માંગણીઓનો ઉકેલ માટે રાજય સરકારશ્રીનું અમારા પ્રત્યે નકારાત્મક વલણ હોય નાછુટકે મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે શાંત અને અહિંસક આંદોલનના ભાગરૂપે  કાલે તા. ૧૨ને શુક્રવારના રોજ ઉપવાસી છાવણી, સેકટર-૬, ગાંધીનગર મુકામે પ્રતિક ઉપવાસ અને ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ દિવસે સમગ્ર ગુજરાતના એક લાખ કર્મચારીઓ જોડાવાના છે અને મુખ્યમંત્રીશ્રીને આવેદન પત્ર આપવાના છે, આ દિવસે સરકારશ્રી તરફથી ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરવાની બાકી રણનીતી નક્કી કરવામાં આવશે. તેમ મહામંડળના અગ્રણીઓએ ચિમકી ઉચ્ચારી છે. ઉપરાંત  આંદોલનમાં ભાગ લેવા આવતા અમારા કર્મચારી ભાઇ-બહેનોને પોલીસ દ્વારા અટકાવવામાં આવશે તો તે જ જગ્યાએ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.  તેમ મધ્યાહન  ભોજન યોજના કર્મચારી મહામંડળના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.

(2:57 pm IST)