Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઓલપાડના દરિયાકાંઠાના પિંજરત ગામે ઘરના વાડામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:બુટલેગર પ્રકાશ પટેલ ફરાર

ઓલપાડ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરના ટીનનો મુદામાલ જપ્ત કર્યો

સુરત જિલ્લાના ઓલપાડના દરિયાઇ કાંઠા વિસ્તારના પિંજરત ગામે ઓલપાડ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂ બીયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે બુટલેગર પ્રકાશ પટેલ ફરાર થઇ જતા તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે . 

   આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડ પોલીસ સ્ટેશનના અ.હે.કો.ભાવસિંગ માનસિંગનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે પિંજરત ગામના રાંગ ફળિયામાં રહેતો બુટલેગર પ્રકાશ નરોત્તમ પટેલ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બુટલેગર પ્રકાશના ઘરે રેડ કરતાં ઘરના પાછળના ભાગે વાડામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના ટીન મળી કુલ 146 નંગ જેની કિંમત રૂ.20,600નો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસની રેડ દરમ્યાન બુટલેગર પ્રકાશ પટેલ પોલીસને ચકમો આપી ભાગી જતાં પોલીસે તેને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:37 pm IST)