Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અમદાવાદમાં ઔદ્યોગિક એકમોએ બે વર્ષમાં 3.59 લાખ સ્થાનિક લોકોને રોજગારી આપી

શ્રમ રોજગાર વિભાગના પ્રધાને ગૃહમાં આંકડા આપ્યા

અમદાવાદઃ અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા બે વર્ષમાં સ્થાનિકોને અપાયેલી રોજગારીનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કુલ ૩ લાખ ૫૯ હજારથી ૧૫૬ લોકોને રોજગારી આપવામાં આવી હોવાનું શ્રમ રોજગાર વિભાગના પ્રધાને ગૃહમાં કહ્યુ હતુ.

વર્ષ ૨૦૧૭ માં અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૧ લાખ ૬૭ હજારથી વધુ લોકોને રોજગારી અપાઈ છે.જ્યારે વર્ષ ૨૦૧૮માં અમદાવાદમાં કુલ ૧ લાખ ૮૪ હજારથી વધુ લોકોને રોજગારી આપવામાં આવી. વર્ષ ૨૦૧૭માં સ્થાનિકોને રોજગારી આપવાના નિયમોનું ઉલ્લંઘનનો ભોગને લગતી ૧૪ ફરિયાદો મળી હતી. જ્યારે વર્ષ ૨૦૧૮માં આ પ્રકારની ૨૩ ફરિયાદ મળી હતી.

(9:05 am IST)