Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

સાબરમતી રિવરફ્રન્ટ હવે 34 કી,મીનો બનશે :બંને બાજુથી 5,8 કી,મી લંબાશે :900 કરોડના ખર્ચે ફેજ-2નું કામ શરુ કરાશે

અમદાવાદ :સાબરમતી રિવરફ્રન્ટ હવે કુલ 34 કી,મીનો બનશે હવે 5.8 કિ.મી લંબાશે આ માટે 900 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ -2નું કામ શરૂ કરાશે હાલ રિવરફ્ન્ટ 23 કિ.મીનો છે. સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડની મળેલી બેઠકમાં આ  નિર્ણય લેવાયો છે. ફેઝ - 2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઇડ્રોલીક સ્ટડી, પ્રિલીમીનરી સર્વે, જમીન મેળવવી, ડિઝાઇનિંગ જેવી વિવિધ કામગીરીઓનું આયોજન કરાયું છે. આ વિસ્તારમાં થનાર વિકાસમા મુખત્વે ગ્રીન સ્પેસ ડેવલમેન્ટ કે જેમાં અર્બન ફોરેસ્ટ્રી, નદીની વચ્ચે ગ્રીન આઇલેન્ડ તથા એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન વિસ્તાર બન્ને બાજુ ડેવલપ થશે.

 સાબરમતી રિવફન્ટ બોર્ડમાં લેવાયેલ નિર્ણ્ય મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 બન્ને બાજુથી 5.8 કિમી ઉમેરા કરાશે. ઇન્દ્રિરાબ્રિજ સુધી રિવરફ્ન્ટની લબાઇ રહેશે. આમ હવે સાબરમતી રિવરફ્ન્ટની કુલ લંબાઇ 34 કિમી થશે.

ફેઝ - 2ના વિસ્તારમાં ડેવલપમેન્ટની કામગીરી માટે હાઇડ્રોલીક સ્ટડી, પ્રિલીમીનરી સર્વે, જમીન મેળવવી,, ડિઝાઇનીંગ જેવી વિવિધ કામગીરીઓનું આયોજન કરાયું છે. આ વિસ્તારમાં થનાર વિકાસના મુખત્વે ગ્રીન સ્પેસ ડેવલમેન્ટ કે જેમાં અર્બન ફોરેસ્ટ્રી, નદીની વચ્ચે ગ્રીન આઇલેન્ડ તથા એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન વિસ્તાર નદીની બન્ને બાજુ ડેવલપ થશે. ફેઝ - 2 માં બરાજ કમ બ્રિજ, લેક ડેવલમેન્ટથી અમદાવાદ શહેરને પીવાના પાણી માટે એક વધારાનું રીઝવવોટર મળશે, જેથી નર્મદા કેનાલના મેઇન્ટેન્સ દરમ્યાન 15થી 30 દિવસ સુધી અમદાવાદને પીવાના પાણીનો પ્રશ્ન હલ કરી શકાશે. 900 કરોડના તૈયાર થનાર ફેઝ 2 માં આખરી મંજૂરી આપી દેવામાં આવી છે.

(11:51 pm IST)