Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અલ્પેશ પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો :હાર્દિક પટેલનો આરોપ

હાર્દિક પેટેલ ટ્વીટ કરીને હુમલાને શરમજનક ગણાવ્યો :ભાજપ સામે આરોપ મુક્યા

સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વિનર અલ્પેશ કથિરિયા પર જીવલેણ હુમલો થયો છે.જાણવા મળ્યા મુજબ અલ્પેશને મળવા આવેલા અભીજીરાએ અને તેના સાથીદારોએ હુમલો કર્યો હતો

  કાપોદ્રા વિસ્તારમાં અલ્પેશની સોસાયટીમાં જ હુમલો થયો હતો આ મામલે અલ્પેશ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ટ્વિટ કર્યુ છે. હાર્દિક પટેલે ટ્વિટ કરી આ જીવલેણ હુમલાને વખોડ્યો છે.

 હાર્દિક પટેલે ટ્વીટ કરતા લખ્યું કે સુરત ના યુવા નેતા અલ્પેશ કથીરિયા પર ભાજપના અસામાજિક તત્વોએ હુમલો કર્યો.અલ્પેશ કથીરિયાની આંખ પર ઇજા.
આ ઘટના ખુબ જ શરમજનક છે.

(10:59 pm IST)