Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

વડોદરાના અનગઢના લંપટ તબીબની કામલીલાના 135 વિડીયો ઉતાર્યા: કમ્પાઉન્ડર દિલીપનો ખુલાસો

કંપાઉન્ડર પાસેથી મળેલી પેન ડ્રાઇવમાંથી 25 જેટલા વીડિયો પોલીસને મળ્યા:તબીબ પાસેથી તોડ થયાનું પણ ખુલ્યું

વડોદરા નજીકના અનગઢ ગામે ક્લિનિક ધરાવતા ડૉક્ટરની કામલીલાના 135 વીડિયો ઉતાર્યા હોવાનો ખુલાસો કંપાઉન્ડર દિલીપ ગોહિલે પોલીસ પૂછપરછ કર્યો છે. કંપાઉન્ડર પાસેથી મળેલી પેન ડ્રાઇવમાંથી 25 જેટલા વીડિયો પોલીસને મળ્યા છે.
  વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં ડૉક્ટર પ્રતિક જોષી સામે થયેલી ફરિયાદ બાદ પોલીસે આ કેસમાં આરોપી દિલીપ ગોહિલે પોલીસ પૂછપરછમાં અનેક ખુલાસાઓ કર્યા છે. દિલીપે ડૉક્ટરના મહિલાઓ સાથે કામલીલા કરતા 135 જેટલા વીડિયો ઉતાર્યા હોવાની કબૂલાત કરી છે. દિલીપે મોબાઇલમાંથી અનેક વીડિયો ડિલીટ પણ કર્યા હતા. આ ઉપરાંત દિલીપે કેટલાક વીડિયો તેના ચાર મિત્રોને મોકલ્યા હોવાની પણ કબૂલાત કરી છે.
   અનગઢના ઉપ સરપંચે વીડિયોના આધારે તબીબ પાસેથી 5 લાખ રૂપિયાનો તોડ કર્યો હોવાની વાત પણ દિલીપે સ્વીકારી હોવાની માહિતી મળી છે
 વડોદરાના લંપટ ડોક્ટર સામે એક મહિલાએ નંદેશરી પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જ્યારે આ મામલે ડોક્ટરની મદદ કરનાર કમ્પાઉન્ડરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે હાલમાં ફરાર ડોક્ટરની શોધખોળ શરૂ કરી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આરોપી ડોક્ટરે તેનો ગોળી આપીને બેભાન બનાવ્યા બાદ તેના પર દુષ્કર્મ કર્યું હતું.
  અનગઢ ખાતે ડોક્ટરની સેક્સલીલાનો પર્દાફાશ થયા બાદ આજે પોલીસે ડોક્ટર પ્રતિક જોશીના દવાખાને પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાામાં આવ્યા બાદ પોલીસે ડોક્ટરની ક્લિનિક પર તપાસ કરતા ત્યાંથી ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કર્યો હ
  મળતી માહિતી પ્રમાણે ડોક્ટર મહિલાઓને ગોળી આપ્યા બાદ કામલીલા આચરતો હતો. ગોળી ગળ્યા બાદ મહિલાઓ બેભાન બની જતી હતી. બાદમાં ડોક્ટર તેમની સાથે પાપાચાર આચતો હતો. બાદમાં ડોક્ટર મહિલાઓને વીડિયો વાયરલ કરવાની ધાકધમકી આપીને રૂપિયાની માંગણી કરતો હતો

(11:57 pm IST)