Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

અમદાવાદમાં દોઢ કરોડના સોનાની લૂંટ :એક્ટિવા બંધ થયું અને અચાનક બાઈક પર આવેલા બે શખ્શોએ તક ઝડપી લીધી

સાંજના પાંચ વાગ્યાના બનાવની પોલીસને સાત વાગ્યે જાણ કરાતા સમગ્ર મામલો શંકાના પરિઘમાં

રાજકોટ :અમદાવાદના નરોડા અને કાલુપુર રોડ પર સોનાની ડિલિવરી માટે પસાર થઈ રહેલા એરક શખ્શનું એક્ટિવા અચાનક બંધ પડ્યું અને યોગાનુયોગ તે સમયે એ જ બે બાઇકસવારોએ અચાનક પ્રગટ થઈને એ શખ્શ પાસે થેલા રહેલ પાંચ કિલો સોનુ જેની કિંમત અંદાજિત દોઢ કરોડ જેવી થવા જાય છે તેની લૂંટ કરીને નાશી જતા પોલીસ એ લૂંટારૂઓને શોધવા દોડધામ કરવા સાથે નાકાબંધી વિગેરે કાર્યવાહી કરી હતી

 ઉક્ત બાબતે ઉચ્ચ પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સાંજના પાંચ વાગના બનેલી આ ઘટનાની જાણ સાંજે 7-30 વાગ્યે થતા આટલી મોડી જાણ પોલીસને શા માટે થઇ તે બાબતે પોલીસ વર્તુળો અનેક તર્કવિતર્ક જાગવા સાથે ઘટના બાબતે શંકાકુશંકા પણ શરૂ થઇ છે જોકે પોલીસ વર્તુળો લૂંટારૂઓને ઝડપવા કોઈ કસર રાખવા માંગતા નથી

(9:51 pm IST)