Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ડોનેશન લેતી શાળા-કોલેજો સામે એસીબીમાં નોંધાવી શકાશે ફરિયાદ: ટોલ ફ્રી નંબર - 1064

અમદાવાદ :રાજ્યમાં ફી વધારા મુદ્દે વાલીઓની ફરિયાદ અને હવે નવા સત્રમાં ડૉનેશનના નામે વાલીઓમાં કચવાટ બાદ હવે ગુજરાતમાં ડોનેશનના નામે ઊંચી ફી વસુલતી શાળા અને કોલેજોની ખેર નથી. કેમ કે, હવે વાલીઓ આવી શાળા અને કોલેજો વિરૂધ્ધ ACBમાં ફરિયાદ નોંધાવી શકશે

. વાલીઓ ટોલ ફ્રી નંબર - 1064 અને વોટ્સએફ નંબર - 9099911055 પર ફરિયાદ કરી શકશે. શૈક્ષણિક ક્ષેત્રે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચાર નાબૂદ આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.

(9:27 pm IST)