Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

મધ્યમવર્ગને પોષાય તેવા દરે મનોરંજન મજા માણી શકાશે

વ્હિસલીંગ મિડોઝ કલબ-રિસોર્ટ આકર્ષક સ્થળ : અમદાવાદ અને સાણંદ આસપાસના નાગરિકોને કુદરતના સાનિધ્યમાં શાંતિ અને નયનરમ્યતાનો અહેસાસ કરાવશે

અમદાવાદ,તા.૧૧ : સામાન્ય રીતે કલબ અને રિસોર્ટમાં સ્વીમીંગ પુલથી માંડી રેસ્ટોરન્ટ, વેડીંગ સહિતની મોજ માણવાનું અમીરો અથવા તો, ધનિકોના જ નસીબમાં હોય છે પરંતુ હવે સામાન્ય નાગરિક અને મધ્યમ વર્ગને પણ પોષાય તેવા દરે મનોરંજનની મોજ હવે અમદાવાદના આંગણે વ્હિલસીલંગ મિડોઝ કલબ એન્ડ રિસોર્ટ દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. શહેરની ભાગદોડભરી જિંદગીથી ત્રસ્ત લોકો ખાસ કરીને મહિલાઓ અને બાળકો તેમ જ યંગસ્ટર્સને અમદાવાદ નજીક સાણંદ પાસે કુંડાલ ગામ ખાતે વ્હિસલીંગ મિડોઝ કલબ એન્ડ રિસોર્ટ કુદરતના સાનિધ્યમાં શાંતિ અને નયનરમ્યતાનો એહસાસ કરાવશે એમ અત્રે વ્હિસલીંગ મિડોઝ કલબ એન્ડ રિસોર્ટના ચેરમેન રાહુલ ઘીયા અને રૂપલ ઘીયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્હિસલીંગ મિડોઝ રિસોર્ટ છેલ્લા પાંચ વર્ષથી એસજી હાઇવે પર નિરમા યુનિર્સિટી સામે કાર્યરત છે, જયાં ગ્રાહકોને સંતોષકારક અને ઉત્તમ સેવા ઉપલબ્ધ બનાવ્યા બાદ હવે વ્હિલસલીંગ મિડોઝ જૂથ હવે અમદાવાદથી તદ્દન નજીક નળ સરોવર રોડ પર લોકોને શાંતિ, નયનરમ્ય અને કુદરતના સાનિધ્યમાં રહેવાની તક પૂરી પાડવાના હેતુથી મિડોઝ કલબ એન્ડ રિસોર્ટનું નવું નજરાણું લઇને આવ્યું છે. આ નવી કલબમાં અદ્યતન રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પુલ, વોટરરાઇડ્સ, કિડઝરૂમ ઉપરાંત સોનાબાથ, સ્ટીમબાથ, જીમ, લાયબ્રેરી, બેન્કવેટ હોલ, ટીવીરૂમ, કોન્ફરન્સ રૂમ, ઇન્ડોર ગેમ્સ સહિતના અનેક આકર્ષણો ઉપલબ્ધ બનાવાયા છે. પોતાના ગ્રાહકો માટે ઉત્કૃષ્ટ સેવા આપવા હરહંમેશ તત્પર વ્હિસલીંગ મિડોઝ જૂથ દ્વારા કલબ-રિસોર્ટની મેમ્બરશીપ માટે ૨૫ વર્ષની ફી મેમ્બરશીપ માત્ર રૂ.૧,૧૧,૦૦૦ રખાઇ છે કે જેથી સામાન્ય માણસ અને મધ્યમવર્ગ પણ મનોરંજન અને આકર્ષણોની મોજ માણી શકે. વ્હિસલીંગ મિડોઝ કલબ એન્ડ રિસોર્ટના ચેરમેન રાહુલ ઘીયા અને રૂપલ ઘીયાએ ઉમેર્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં અમે આ પ્રોજેકટ હેઠળ રૂ.૨૫ કરોડનું રોકાણ કરવા જઇ રહ્યા છીએ. કલબમાં ડેસ્ટીનેશન વેડીંગ માટે વિશાળ પાર્ટી પ્લોટ, કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે અદ્યતન સુવિધાઓ પણ અલગ અહેસાસ કરાવશે. દરમ્યાન વ્હિસલીંગ મિડોઝ જૂથના પ્રમોટર રાજેશ ઠક્કર અને એડવાઇઝર ભાવેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, એક જ મેમ્બરશીપ ફીમાં ગ્રાહકોને બંને મિડોઝ કલબ અને રિસોર્ટના લાભો પ્રાપ્ય બનશે. કલબના પ્રથમ ૨૦૦ સભ્યો માટે વિશેષ ઓફર ઉપલબ્ધ બનાવાશે. એટલું જ નહી, દેશના ગોવા, ઉદેપુર, દ્વારકા અને અન્ય ટુરીસ્ટ પ્લેસ પર આવેલા રિસોર્ટસ સાથે પણ આ જૂથ જોડાણની પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે કે તેના સભ્યોને દેશના કોઇપણ ખૂણે અન્ય પ્રતિષ્ઠિત રિસોર્ટસનો પણ લાભ મળી શકે. ભવિષ્યમાં તેઓ ગોવા અને ઉદેપુર ખાતે પણ આ પ્રકારનો વ્હિસલીંગ મિડોઝ કલબ એન્ડ રિસોર્ટ સ્થાપવાનું આયોજન ધરાવે છે. અમદાવાદ અને સાણંદની આસપાસના લોકોને અદ્ભુત મનોરંજન,  ઉત્કૃષ્ટ સેવા અને આનંદની અનુભૂતિ કરાવવા વ્હિસલીંગ મિડોઝ કટિબધ્ધ છે.

(8:07 pm IST)
  • ભારતે કેન્યાને 2-0થી હરાવી ઇન્ટરકોન્ટિનેંટલ કપ જીત્યો :સુકાની સુનિલ છેત્રીએ બે ગોલ ફટકાર્યા :સુનિલે આર્જેન્ટિનાના મેસ્સીની કરી બરોબરી:સુનિલ છેત્રીએ પોતાનો 102મોં મેચ રમતા 64મોં ગોળ કર્યો હતો :ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ 150 મેચમાં 81 ગોલ્ડ સાથે પ્રથમક્રમે છે access_time 11:13 pm IST

  • બહુમત નહિ મળે તો પ્રણવ મુખર્જી હશે એનડીએના પીએમપદના ઉમદેવાર?: શર્મિષ્ઠા મુખરજીએ શિવસેનાનો દાવો ફગાવ્યો : શર્મિષ્ઠાએ કહ્યું તેના પિતા ફરીવાર સક્રિય રાજનીતિમાં નહિ આવે. access_time 11:15 pm IST

  • અમદાવાદના મણિનગરમાં એલજી હોસ્પિટલની મહિલા કર્મચારીને દર્દીના સગાઓએ ઢોર માર માર્યો :ગીતાબેન અતુલભાઈ સોલંકી નામની ૪૭ વર્ષીય એક જ કીડની ધરાવતી મહિલા કમઁચારીને દદીઁના સગાઓએ માથાના વાળ પકડીને ઢસડીને ઢોર માર મારતા બેભાન:મહિલા કર્મચારીને ટોમાવોર્ડમાં દાખલ કરાઈ :મણિનગર પોલીસને કરાતી જાણ access_time 11:22 pm IST