Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ઉમરેઠની આડ ચોકડી નજીક ટેન્કરની હડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત

આણંદ: જિલ્લાના ઉમરેઠ ઓડ ચોકડી  પર એક વાહન અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મુળ કાલોલ રહેતી માતા અને દિકરી તેમના પુત્રનું લિવિંગ સર્ટી લેવા માટે ગાંધીનગર ગુરુકુળ ખાતે ગયા હતા. આ માતા અને દિકરી પરત આવતા રસ્તામાં માંતેલા સાંઢની જેમ ચાલતા ગેસ ટેન્કરે તેમને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર પાછળ બેઠેલ માતાના માથે ટેન્કરનું વ્હિલ ફરી વળતા સ્થળ પર કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે દિકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટનામાં ઉમરેઠ પોલીસના જણાવ્યા મુજબ ઓડ ચોકડી પાસે આજે સવારના સુમારે એક વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં એક ટેન્કર નં જીજે ૬ એયું ૨૮૫૧ના ચાલકે તેનું ટેન્કર બેફિકરાઈ તથા ગફલતભરી રીતે પુરઝડપે હંકાર્યુ હતું. આ ટેન્કરથી રસ્તામાં આગળ જતા એક્ટીવા નં જીજે ૭ બીડી ૩૯૭૩ને ટક્કર મારી હતી. આ એક્ટીવ પર જઈ રહેલા શિતલબેન અને સંગીતાબેન રોડ પર પટકાયા હતા. 
 

(5:35 pm IST)