Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પ્રોજેકટ 'લાઇફ' ની ૪૦મી વર્ષગાંઠ નિમિતે મહિલા સશકિતકરણ કાર્યક્રમ અંતર્ગત વિધવા ગરીબી રેખા હેઠળ જીવતી મહીલાઓને સ્વ નિર્ભર બનાવવા કોશલ્ય વર્ધક તાલીમનો પ્રારંભ

આમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં સમાજ અગ્રણી ભરતભાઇ શાહ ઇન્દુબેન (દુબઇ) ની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ તા. ૧૧ : પાલડી અમદાવાદ ખાતે ૧૬૫ ગરીબી રેખા હેઠળ જીવતી મહિલાઓ માટે કોૈશલ્ય તાલીમનો પારંભ મહિલાઓ માટે તાલીમ ઉદઘાટન અને આ પ્રકારની બહેનોને પ્રેરણા પૂરી પાડી તેમનામાં આત્મવિશ્વાસ વધે તે પ્રકારનો કાર્યક્રમ પ્રોજેકટ 'લાઇફ' દ્વારા યોજાયો હતો.

આ કાર્યક્રમમાં દુબઇ સ્થિત સામજિક અગ્રણી ડો. ભરતભાઇ શાહ અને તેઓના ધર્મ પત્ની શ્રીમતી ઇન્દુબેન શાહે ઉપસ્થિત રહી બહેનોની ઉન્નતીમાં પોતાનું યોગદાન હંમેશા રહેશે તેવી ખાતરી અને વિશ્વાસ આપ્યો હતો. ગુજરાત સરકારના પ્રતિનિધી અને ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાનનાં નિયામક ડો. આર.એન.પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને 'સ્કીલ ઇન્ડિયા' પ્રોજેકટ 'લાઇફ' ના યોગદાનની પ્રશંશા કરી હતી અને બહેનોને વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. ડો જીતેન્દ્રભાઇ અઢિયાએ (સ્થાપક માઇન્ડ પાવર) ઉપસ્થિત રહી મહિલાઓને આત્મવિશ્વાસ અને મજબુત મનોબળ સહારેે પોતાના સ્વપ્નોને કેવી રીતે સાકાર કરવા તેની પ્રેરણાદાયક તાલીમ આપી હતી.

પ્રોજેકટ 'લાઇફ' ના ટ્રસ્ટી કિરીટ વસાએ નારી સશકિતકરણ વિભાગની વિકાસયાત્રા વર્ણવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચીફ વિકાસ ઓફિસર ઋષિકેશ પંડયાએ કર્યુ હતું તાલીમ મેળવી સફળ બહેનોએ પણ આ કાર્યક્રમમાં હાજર રહી પોતાના પ્રતિભાવો વ્યકત કરતાં  પોતાની આપવીતી વર્ણવી સફળતા માટે પ્રોજેકટ 'લાઇફ' ના પ્રયત્નોથી પોતાની સફળતાની વાત કરી હતી. આજે દર મહિન ૮ થી ૧૦ હજારની આવક મેળવી પરિવાર સ્વ-નિર્ભર બન્યો છે તે માટે ખુશી વ્યકત કરી હતી. આ તાલીમના માધ્યમથી જે શકય બન્યું તે વાત કરી નવીતાલીમ લેનાર બહેનોનો જુસ્સો વધાર્યો હતો. પોજેકટ 'લાઇફ' મહિલાઓને માત્ર તાલીમ જ નહીં પરંતુ પોતે જે તાલીમ મેળવી હોય તેને લગતી આનુંસાંગકે કીટ વિના મુલ્યે આપીને તેઓને માર્કેટ સાથે જોડી પણ દેવામાં આવે છે, જેથી તેઓ સંપૂર્ણ રીતે સ્વ-નિર્ભર થઇ શકે.

અત્રે ઉલ્લેખનિય છે કે ' લાઇફ' છેલ્લા ૪૦ વર્ષથી વિવિધ સેવાકિય પ્રવૃતિઓ ચલાવે છે, જેમ કે, આરોગ્ય, પર્યાવરણ,શિક્ષણ તેમજ મહિલા સશિકતકરણને લગતા કાર્યક્રમો પ્રવૃત છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજયમાં અમદાવાદ, ગાંધીનગર, જુનાગ઼ઢ, અમરેલી અને ગિર સોમનાથ જિલ્લામાં ૭૨૦૦ થી વધારે વિધવા, ત્યકતા, દિવ્યાંગ અને ગરીબી રેખા હેઠળ જીવતા વર્ગની મહિલાઓને નિઃશુલ્ક સ્વરોજગારી લી તાલીમ આપી સ્વ-નિર્ભર બનાવેલ છે.

તાલીમ આપવા માટે અમો સમયાંતર તાલીમ વ્યવસ્થા ગોઠવીએ છીએે. હાલ પ્રોજેકટ 'લાઇફ' દ્વારા બહેનોને સીવણ,એમ્બ્રોડરી, કેટરીંગ અને બ્યુટીપાર્લરની તાલીમ સાથે અન્ય તાલીમ જેવી કે સેલ્ફ ડીફેન્સ, જેન્ડર ઇકવાલીટી અંગેની તાલીમ રાષ્ટ્રીયકૃત બેંકોના માધ્યમથી આપવામાં આવે છે. હાલ આ તાલીમ એલીસબ્રીજ શાળા નં.૬, પાલડી પોલીસ ચોકી પાસે, પાલડી, અમદાવાદ ખાતે છેલ્લા ૧૦ વર્ષથી ચલાવવામાં આવે છે.

(2:44 pm IST)