Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ગિરિમથક સાપુતારામાં બે કલાકથી ધીમીધારે એકધારો વરસાદ

વરસાદ લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી : પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝનો પ્રારંભ થયો છે ખેડબ્રહ્મા, અંબાજી અને સાપુતારામાં મેઘરાજાની પધરામણી થઇ છે. સિઝનનો પ્રથમ વરસાદ ગાજવીજ સાથે શરૂ થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  ગિરિમથક સાપુતારા ખાતે ગત બે કલાકથી ધીમીધારે એકધાર્યો વરસાદ શરૂ થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 

(2:01 pm IST)