Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બેઠક શરૂ : નવા મેયર, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ સહિત હોદેદારો થશે નક્કી

ગાંધીનગર:ભાજપ કાર્યાલય કમલમ ખાતે પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ છે. જેમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાના મેયર અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દા પર કોને બેસાડવા તેનો પણ નિર્ણય લેવામાં આવશે.

 અઢી વર્ષનું શાસન પૂર્ણ થતા હવે છ મહાનગરપાલિકા, આઠ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારીના ચેરમેનની નિયુક્તી માટે કોની પસંદગી કરાશે.

(1:49 pm IST)