Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

પાટીદાર અનામત આંદોલન શહીદયાત્રા નો રૂટ જાહેર કરતા PAASનાં પ્રભારી દિલીપ સાબવા : તા. ૨૬/૦૬એ ઊંઝા ઉમિયાધામ થી યાત્રાનું પ્રસ્થાન થશે અને તા. ૨૮/૦૭એ કાગવડ ખોળલધામે પુર્ણાહુતી : પાટીદાર પ્રભાવીત ૯૭ શહેરોમાંથી પસાર થશે યાત્રા : યાત્રાનો સંપૂર્ણ રૂટ જોવા માટે અહી ક્લિક કરો

રાજકોટ તા.૧૧: પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રાનો ૨૪ મી જૂનથી પ્રારંભ થવાનો છે. ઉંઝા ઉમિયાધામથી કાગવડ ખોડલધામ સુધીની ૩૫ દિવસની આ શહીદ યાત્રાનો પાટીદાર અનામત આંદોલત સમિતિએ રવિવારે રૂટ જાહેર કર્યો છે. ‘‘પાસ''ના પ્રભારી દિલીપ સાબવાએ યાત્રાનો રૂટ જાહેર કર્યો હતો.

જેમાં પહેલાં દિવસે ૨૪ મી જૂને ઉંઝાથી ઉનાવા, સિધ્‍ધપુર, પાટણનો રૂટ રહેશે અને છેલ્લા દિવસે એટલે કે ૨૮ મી જુલાઇએ સમાપન થશે. આ યાત્રા ૯૭ તાલુકામાં ૩,૩૪૯ કિમીની રહેશે.

આ યાત્રામાં જે ૧૪ યુવાનો શહીદ થયા છે તેમની પ્રતિમા હશે, પાટીદાર સમાજને અનામત મળે તેમજ સમાજ પર દમન ગુજારનારા પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી આ યાત્રાના માધ્‍યમથી કરાશે. પાટીદાર શહીદ યાત્રાના બીજા ઝોનનો પ્રારંભ ૧૨મી જુલાઇના રોજથી પડધરીથી ધ્રોલ ખાતેથી શરૂ થશે.

જે ૧૬ મીએ રાજકોટ ખાતે પહોંચશે. ૧૭ મીએ બોટાદ, ૧૮ મીએ ભાવનગર, ૧૯ મીએ શિહોર, પાલિતાણા, ગારિયાધાર, ૨૦ મીએ બાબરા, આટકોટ, જસદણ, ૨૧ મીએ લીલિયા, અમરેલી, લાઠી, સાવરકુંડલા, ૨૨ મીએ તળાજા, મહુવા, રાજુલા અને છેલ્લા દિવસે ૨૮ મીએ ધોરાજીથી જેતલસર, જેતપુર અને છેલ્લે ખોડલધામ ખાતે સમાપન થશે. તેમ ‘‘પાસ'' ના પ્રભારી દિલીપ સાબવા એ જણાવ્‍યું હતું.

(12:00 pm IST)