Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું : વઘઈમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો

રાજ્યના 33 જિલ્લામાં 1 મિ.મીથી લઈ 64 મિ.મી સુધી વરસાદ

અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર વરસ્યા બાદ છેલ્લા 24 કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે છતાં દક્ષિણ ગુજરાતના કેટલાક ઠેકાણે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા વરસાદ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના ડાંગ જિલ્લાના વઘઈમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ થયો હતો જ્યારે આહવામાં 1.5 ઇંચ વરસાદ થયો હતો. વલસાડના કપરાડમાં પોણો ઇંચ વરસાદ થયો હતો.
    છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ મુજબ રાજ્યના સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાતમાં અતિ હળવો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછો વરસાદ વલસાડ શહેર નવસારી શહેર, નાંદોદ, ભરૂચ શહેર અને વેરાવળમાં જોવા મળ્યો હતો. આ તમામ સ્થળે માત્ર 1 મિ.મી. વરસાદ નોંધાયો હતો

(10:11 pm IST)