Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

અમદાવાદમાં નવા રહેણાંકોમાં ૧૫૭ ટકાનો નોંધપાત્ર વધારો

જાન્યુ.થી જૂન સુધીના સર્વેમાં મહત્વના તારણો : રેહણાંક મકાનોના વેચાણમાં ૧.૫ ટકાનો વધારો નોંધાયો

અમદાવાદ, તા.૯ : દેશની જાણીતી કંપની નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ ભારતના રિયલ એસ્ટેટની સ્થિત અને આંકડાને લઇ તેના ફ્લેગશિપ અર્ધવાર્ષિક અહેવાલની ૧૧મી આવૃત્તિ ઈન્ડિયા રિયલ એસ્ટેટ આજે અમદાવાદમાં રજૂ કરીહતી. આ અહેવાલમાં જાન્યુઆરીથી જૂન-૨૦૧૯ એમ પ્રથમ છ મહિનાના (એચ-૧ ૨૦૧૯)ના સમયગાળા દરમ્યાન દેશના આઠ શહેરોના રહેણાંક અને ઓફિસ માર્કેટ પ્રદર્શનનું વિગતવાર એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેમાં સૌથી મહત્વના અને ચોંકાવનારા તારણ સામે આવ્યા હતા કે, અમદાવાદમાં યર ઓન યર રહેણાંક સ્કીમોમાં ૧૫૭ ટકાનો અધધ કહી શકાય તેટલો દેશભરમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. એચ-૧ ૨૦૧૮માં ૧,૩૨૩થી વધીને એચ૧ ૨૦૧૯માં ૩,૩૯૮ રહેણાંક યુનિટ્સ થઈ ગયા છે. આ સિવાય રહેણાંકના વેચાણમાં ૧.૫ ટકાનો વધારો નોંધાયો છે, જયારે ઓફિસ વોલ્યુમમાં ૨૫ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે એમ અત્રે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અમદાવાદ બ્રાન્ચના ડાયરેક્ટર શ્રી બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૧૯નો પ્રથમ હાફ અમદાવાદ શહેરના ઓફિસ માર્કેટ માટે ઘણો જ ઉત્સાહજનક રહ્યો છે જેમાં એચ-૧ ૨૦૧૮ની તુલનામાં વેચાણ પણ વધ્યું છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે નાના બજારોમાં ગુણવત્તામાં ઘણો વધારો જોવા મળ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારના ઓફિસ માર્કેટમાં ધીમે ધીમે પરંતુ સાતત્યપૂર્ણ રીતે વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને એસજી હાઈવેના આસપાસના વિસ્તારમાં આ વધુ જોવા મળે છે.  શહેરમાં આ ડબલ ડિજિટ વેકન્સી રેટ દર્શાવે છે જે એચ ૧ ૨૦૧૮થી વધ્યો છે. જો કે, શહેરમાં વેચાણ નહી થયેલી અને ખાલી પડેલા ૩૪ ટકા યુનિટ્સ છે, જે આંક પણ ઘણો ઉંચો કહી શકાય. એચ૧ ૨૦૧૯માં નવી ઓફિસ સ્પેસમાં રોકોર્ડ ૦.૨૫ એમએનએસક્યુ એમ (૨.૬૫ એમએનએસક્યુએફટી)નો વધારો થયો છે. જે એચ૧ ૨૦૧૮માં ૦.૦૮ એમએનએસક્યુ એમ (૦.૯૧ એમએનએસક્યુએફટી) હતો. ઓફિસ સ્પેસ વોલ્યુમમાં શહેરમાં એચ૧ ૨૦૧૯માં ૦.૦૫ એમએનએસક્યુ એમ (૦.૫૯ એમએનએસક્યુએફટી)નો વધારો થયો છે, જે એચ૧ ૨૦૧૮માં ૦.૦૪ એમએનએસક્યુ એન (૦.૪૦ એમએનએસક્યુએફટી) હતો એમ બલબિરસિંઘ ખાલસાએ ઉમેર્યું હતું.

રહેણાંક માર્કેટ હાઈલાઈટ

*    અમદાવાદમાં એચ૧ ૨૦૧૮માં નોંધાયેલા ૧,૩૨૩ રહેણાક યુનિટ્સની તુલનામાં એચ૧ ૨૦૧૯માં ૩,૩૯૮ યુનિટ નવા બન્યા છે. આમ તેમાં ૧૫૭ ટકાનો વધારો નોંધાયો છે.

*    હાઉસિંગ યુનિટના સેલમાં એચ૧ ૨૦૧૯માં ૧.૫ ટકાનો વધારો થયો છે. એચ૧ ૨૦૧૮માં તે ૮,૦૮૭ હતા જે વધીને ૮,૨૧૨ થઈ ગયા છે.

*    અમદાવાદમાં હાઉસિંગ યુનિટ્સના ભાવ તાજેતરના વર્ષોમાં મોટાભાગે યથાવત રહ્યા છે. ભાવમાં ફક્ત ૧ ટકાનો વધારો

*    શહેરમાં નહી વેચાયેલા મકાનોની સંખ્યા એચ૧ ૨૦૧૮માં ૨૦,૧૨૦ હતી જે યર ઓન યરમાં રેકોર્ડ ૫૦ ટકા ઘટીને એચ-૧ ૨૦૧૯માં ૧૦,૦૪૯ થઈ છે.

*    ક્વાર્ટર ટૂ સેલ (ક્યુટીએસ) એચ૧ ૨૦૧૯માં ૨.૫ ક્વાર્ટર્સ રહ્યો છે. નવી સ્કીમોમાં ઘટાડા અને વેચાણમાં સ્થિરતાના કારણે ક્વાર્ટર્સ ટુ સેલ (ક્યુટીએસ)માં વધારે ફેરફાર થયો નથી.

*    શહેરમાં પૂર્વ અને ઉત્તર અમદાવાદને મુખ્ય રીતે અફોર્ડેબલ માર્કેટ માનવામાં આવે છે જેમાં એચ૧ ૨૦૧૯માં શહેરમાં આ વિસ્તારોમાં વેચાણમાં ૫૬ ટકાનો વધારો થયો છે.

*    એચ૧ ૨૦૧૯માં ઉત્તર અમદાવાદમાં નહી વેચાયેલા મકાનોની સંખ્યા સૌથી વધુ છે.

(9:38 pm IST)
  • ‘વૈવાહિક દુષ્કર્મ’ને ડિવોર્સનું કારણ માનવાથી કોર્ટનો ઇન્કાર:‘વૈવાહિક દુષ્કર્મ’ને ડિવોર્સનો આધાર જાહેર કરવા માટે કેન્દ્રના આદેશ આપવાની માગને દિલ્હી હાઇકોર્ટે ફગાવી: મુખ્ય ન્યાયાધીશ ડી. એન. પટેલ અને સી. હરિશંકરની અધ્યક્ષતાવાળી ઉચ્ચ ન્યાયાલયની એક બેન્ચે કહ્યું કે કોર્ટ આમ કરવા માટે હકદાર નથી access_time 1:11 am IST

  • આઈટીબીપીના જવાનોએ અમરનાથ યાત્રિકોને ઓકિસજનની સેવા પૂરી પાડી : યાત્રા માર્ગ પર પડતા પથ્‍થરોથી રક્ષણ કર્યુ : કાલીમાતા પોઈન્‍ટ પાસે જવાનોએ યાત્રિકોને સુરક્ષા પૂરી પાડી access_time 1:18 pm IST

  • દેશના તમામ જિલ્લાઓમાં માનવાધિકાર અદાલતોની બનાવવા મામલે સુપ્રીમકોર્ટે ફટકારી કેન્દ્ર સરકારને નોટિસ :તમામ જિલ્લામાં માનવાધિકાર કોર્ટની સ્થાપના માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો,કેન્દ્ર શાસિત પ્રદેશપાસેથી જવાબ માંગ્યો access_time 12:56 am IST