Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વડોદરામાં કોર્પોરેશનએ ગેરકાયદે ચાર તબેલા સીલ કર્યા અને ત્રણ ગેરકાયદે તબેલા તોડી પાડયા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા પશુઓ અને પશુઓના ગેરકાયદે તબેલા સામે છેલ્લા કેટલાક સમયથી કામગીરી શરૂ કરવામાં આવી છે ગઈકાલે સોમવારે કોર્પોરેશનની સમગ્ર સભા મળી હતી જેમાં વિરોધ પક્ષે વડોદરા શહેરને ઢોરોની સમસ્યામાંથી છુટકારો આપવા માંગણી કરી હતી. સભ્યોની રજુઆત હતી કે શહેરમાં સેંકડો ઢોરવાડા આવેલા છે જેની સામે ઢોરવાડા સીલ કરવાનું અને તોડી પાડવાનું કામ ઓછું થઈ રહ્યું છે અને કોર્પોરેશન માત્ર નાટક કરે છે જેમાં આજે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરની નજીકમાં આવેલા ચાર ઢોરવાડા સીલ કરવામાં આવ્યા હતા અને ત્રણ ગેરકાયદે તોડી નાખવામાં આવ્યા હતા.  

(5:40 pm IST)