Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

મહુધા તાલુકાના સણાલીમાં કાર-બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સોને ગંભીર ઇજા

મહુધા:તાલુકાના સણાલીમાં રહેતાં કિરણસિંહ ઉદેસિંહ સોઢાપરમાર અને તેમના કાકા ખુમાનસિંહ ચતુરભાઈ સોઢાપરમાર બાઈક નં જીજે ૦૭ સીકે ૪૧૬૨ પર નડિયાદ એક્સપ્રેસ હાઈવેના સલુણ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ ફોર વ્હીલર ગાડી નં જીજે ૨૭ બીએસ ૪૬૦૦ ના ચાલકે કિરણસિંહના બાઈકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર કિરણસિંહ સોઢાપરમાર અને ખુમાનસિંહ સોઢાપરમારને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કિરણસિંહની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:36 pm IST)