Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

આણંદમાં જવેલર્સને ત્યાં જઈ બે તસ્કરોએ માલિકની નજર સેરવી ચાર લાખના ઘરેણાં તફડાવ્યા

આણંદ: શહેર સહિત આસપાસના વિસ્તારોમાં તસ્કરો બંધ મકાનો, દુકાનોમાં પોતાનો કસબ અજમાવી રહ્યાની ઘટનાઓ બની રહી છે. જેમાં આજે વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. જેમાં આણંદના ધમધમતા અપના બજાર વિસ્તારમાં આવેલ સોનીની દુકાનમાં બપોરે બે કલાકે ખરીદીના બહાને બે યુવાનો આવ્યા હતા. જેઓએ માદળિયા વગેરે બતાવવાનું કહીને દુકાનના વૃદ્ઘ માલિકને હિપ્ટોનાઇઝ કરીને ઘડીભરમાં ૪ લાખ ઉપરાંતના સોનાના ઘરેણાં તફડાવીને ફરાર થઇ ગયા હતા. ભાનમાં આવેલા દુકાનમાલિકે લૂંટ અંગેની વાત આજુબાજુમાં કરતા મામલો શહેર પોલીસ સુધી પહોંચયો હતો. આથી સોનીની દુકાને આવેલ પોલીસે તપાસ હાથ ધરી હતી. જો કે મોડી સાંજ સુધી પોલીસે સમગ્ર ઘટના અંગે તથા બે અજાણ્યા તસ્કરો અંગેની જાણકારી મેળવવાની પ્રકિયા હાથ ધરી હતી. બીજી તરફ ભર બપોરે સોનીની દુકાનમાંથી સોનાના દાગીના તફડાવીને બે તસ્કરો આબાદ ફરાર થઇ ગયાની ઘટનાએ શહેરીજનો સહિત અન્ય દુકાનદારોમાં ચિંતાનો માહોલ જન્માવ્યાનું સાંભળવા મળ્યું હતું. 

(5:28 pm IST)