Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી શખ્સે પોલીસની સહાય લીધી

વડોદરા:વ્યાજખોરોના ભયથી પુત્રને ઘરે બોલાવી નહી શકનાર પિતાએ છેવટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે માંજલપુર પોલીએ ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે કલાલી સનસાઈન ખાતે વેદાંત ડુપ્લેક્ષમાં રહેતા ભૂપેન્દ્ર ભીખાભાઈ પટેલ અગાઉ હાલોલ ખાતે જનરલ  મોટર્સમાં નોકરી કરતા હતા. પરંતુ કંપની બંધ થઈ જતા હાલમાં તેઓ મંજુસર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનો પુત્ર શિવ બેંગ્લોરમાં હોટેલમાં નોકરી કરે છે. ગત તા.૩૧-૩-૨૦૧૭ના રોજ હિમાંશુ ઠક્કરે ફોન કરીને  ભૂપેન્દ્ર પટેલને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. જેથી ભૂપેન્દ્રભાઈ પટેલ હિમાંશુ ઠક્કરની ઓફિસમાં ગયા હતા. ભારે હિમાંશુ ઠક્કરની ઓફિસમાં ભૂપેન્દ્ર પટેલનો પુત્ર શીવ પણ હાજર હતો. હિમાંશુ ઠક્કરે એક લીસ્ટ ભૂપેન્દ્ર પટેલને આપીને જણાવ્યું હતું કે તમારા પુત્રે આટલા વ્યક્તિઓ પાસેથી ૧૦ ટકા વ્યાજે રૃપિયા લીધા છે જે રકમ હાલમાં ૩૦ લાખ રૃપિયા થાય છે. પરંતુ ઉપરોક્ત રકમમાં વધઘટ કરીને ૧૪ લાખ રૃપિયા ચૂકવી  દો તો તમારા પુત્રનું દેવું પુરૃ થઈ જશે.

(5:26 pm IST)