Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

વડોદરા નજીક રાયકાની સીમમાં અફીણ સહીત પોશ ડોડાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

વડોદરા:નજીક રાયકા ગામની સીમમાં માદકદ્રવ્ય અફીણ તેમજ પોશ ડોડાના પાવડરનો વેપાર જિલ્લા પોલીસે ઝડપી પાડી એક વૃધ્ધની ધરપકડ કરી તેની પાસેથી માદકદ્રવ્યો તેમજ રોકડ રકમ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

ઘડિયાળીબાબાની દરગાહ પાછળ ખેતરોવાળા મકાનમાં રહેતો જશવંત બાબરભાઇ ગોહીલ નામનો વૃધ્ધ છેલ્લા ઘણા સમયથી અફીણ તેમજ અન્ય માદકદ્રવ્યોનો વેપાર કરે છે તેવી બાતમીના આધારે એસઓજીના સ્ટાફ દ્વારા દરોડો પાડી તપાસ કરતાં મકાનમાંથી રૂ.૯૨૦૦ કિંમતનું ૪૬૦ ગ્રામ અફીણ અને રૂ.૪૭૨૪૩ કિંમતનો ૧૮.૮૯૭ ગ્રામ પોશ ડોડાનો પાવડર મળ્યો હતો. એસઓજી દ્વારા આ અફીણ તેમજ પાવડર અને તેના વેચાણના રૂ.૩૪૪૦ રોકડા તેમજ એક મોબાઇલ કબજે કર જશવંત ગોહીલની ધરપકડ કરવામાં આવી હતી.

(5:25 pm IST)