Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

સુરતમાં BRTS બસ અડેફેટે બાળકનું કરૂણમોત :પૈડાં નીચે આવી જતા ધડથી માથું અલગ: અરેરાટી

બસનો ડ્રાઇવર ફરાર: સ્થાનિકોએ આખા વિસ્તારમાં ચક્કાજામ કર્યો

સુરત : સુરતના ભટાર વિસ્તારમાં  બીઆરટીએસ બસે એક બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

આ અકસ્માત બાદ બીઆરટીએસ બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

   મળતી માહિતી પ્રમાણે, સુરતનાં ભટાર વિસ્તારમાં એક BRTSએ બાળકને અડફેટે લેતા તેની મોત નીપજ્યું છે. આ ઘટનામાં બીઆરટીએસનાં પૈડાં નીચે બાળકનું માથું આવી જતાં બાળકનું ત્યાં જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

આ અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા, અને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ કંટ્રોલ રૂમમાં અને હોસ્પિટલને ફોન કર્યો હતો.

સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે 108 મોડી આવતા બાળકને તેઓ ટુવ્હીલર પર જ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. હાલ સ્થાનિકોએ આખા વિસ્તારમાં ચક્કાજામ કર્યો છે. બીઆરટીએસ રુટ બંધ કરી દેવામાં આવ્યો છે.

(1:15 pm IST)