Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યુ દક્ષિણમાં અઢી ઇંચ વરસાદ પડ્યો

કચ્છ-ઉત્તર-પૂર્વ મધ્ય ગુજરાત કોરા..કટ..

વાપી તા.૯: રાજયના અનેક વિસ્તારોમાં સટાસટી બોલાવ્યા બાદ મેઘરાજા નરમ પડ્યાનું જણાય છે

છેલ્લા ૨૪ કલાકમાં રાજયના ૧૦ જીલ્લાના માત્ર ૩૩ તાલુકાઓમાં જ ઝરમરથી ૨ાા ઇંચ મેઘરાજાએ મહેર વરસાવી છે. એમાં પણ કચ્છ,ઉ.ગુજરાત,પૂર્વ ગુજરાત તેમજ મ.ગુજરાત વિસ્તાર કોરો ધાકડ રહેવા પામ્યો છે.

ફલડ,કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આકડા જોઇએ તો સૌ પ્રથમ દ-ગુજરાત પંથકમાં નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડિયાપાડા ૧૧ મીમી તાપા જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ૧૧ મીમી, અને વ્યારા ૧૬મીમી વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૧૧ મીમી ખેડગામ ૧૦ મીમી તો વલસાડ જીલ્લાના તાલુકા ઓમાં ધરમપુર ૧૧ મીમી અને કપરાડા ૨૨ મીમી તેમજ ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૩૦ મીમી અને વધઇ ૬૪ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ ચાલુ છે તો કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ઘેરાયેલું છે.

(11:44 am IST)