Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

GST રિટર્નની છેલ્લી તારીખ સુધી ITC મેળવી શકાયઃ હાઇકોર્ટનો નિર્દેશ

અમદાવાદ, તા.૯: ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ અંતર્ગત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી ઈન પુટ ટેકસ ક્રેડિટ (ITC) મેળવી શકાય, તેવો ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. વેપારીઓ દર મહિને GSTR- 3b ફાઈલ કરે છે તે રિટર્ન નથી પરંતુ ફકત ટેકસ વસૂલવા માટેનું ફોર્મ છે. કાયદાની જોગવાઈ મુજબ વાર્ષિક રિટર્ન ફાઈલિંગની છેલ્લી તારીખ સુધી કરદાતા ત્વ્ઘ્ મેળવી શકે. આના કારણે જે વેપારીને ૨૦૧૭-૧૮ના વર્ષ માટેની બાકી રહી ગયેલી ITC  રિટર્ન ભરવાની અવધિ તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૯ સુધીની મેળવી શકશે. હાઈકોર્ટના આ આદેશને પરિણામે દેશભરના કરદાતાઓ ITC મેળવી શકશે અને તેને કેરી ફોરવર્ડ પણ કરી શકશે. વેપારીઓ જેન્યુઈન (સાચું) અને સમયસર રિટર્ન ફાઈલ કરી શકે તે હેતુસર સરકારે, તત્કાળ આ મામલે જરૂરી સ્પષ્ટતા કરવી જોઈએ અથવા આ અંગે નોટિફીકેશન જારી કરવું જોઈએ, એવું વેપારીઓ અને ટેકસ પ્રેકટીશનર્સ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે, એક કેસમાં આદેશ કરતા જણાવ્યું છે કે, GST કરદાતાઓ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી ૨૦૧૭-૧૮ની ITC લઈ શકશે. ખરીદ સાઈડના વ્યવહારોની ચોપડે એન્ટ્રી હોય તે વ્યવહારો વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ સુધી સામેલ કરી શકાશે અને ક્રેડિટ મેળવી શકાશે. અગાઉ સરકારે કરેલ સરકયુલર મુજબ વેપારીઓએ આ ક્રેડિટ તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ પહેલાં લઈ લેવી જરૂરી હતી. આ મુદત તા.૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી લંબાવી હતી. આમ છતાં ઘણાં કરદાતા ITC મેળવી શકયા નહોતા. સરકારે, માર્ચ, ૨૦૧૯ના રિટર્ન ફાઈલ કર્યા પછી કોઈ પણ બાકી રહેલી ક્રેડિટ મળશે નહીં, એવી જાહેરાત કરતો  સરકયુલર કર્યો હતો. આ મુદ્દે અરજદારે હાઈકોર્ટમાં દાદ માંગી હતી. આ મામલે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, GSTR- 3b, કલમ- ૪૯ અંતર્ગત રિટર્ન નથી. કલમ- ૪૯માં જણાવ્યા મુજબ, વાર્ષિક રિટર્ન GSTR- ૯ ભરવાની છેલ્લી તારીખ સુધી વેપારીઓ ઈન પુટ ટેકસ ક્રેડિટ મેળવી શકે છે. આમ, હવે જે કરદાતાઓએ ITC મેળવવાની બાકી તેવા કરદાતાઓ વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાના છેલ્લા દિવસ સુધી એટલેકે તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૯ સુધી ITC મેળવી શકશે.

(10:23 am IST)