Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અમદાવાદ જિલ્લાને મળ્યું ભારત સરકારનું વિશિષ્ઠ સન્માન : કલેકટર ડો,વિક્રાંત પાંડેને કેન્દ્રીયમંત્રી સ્મૃતિઈરાની હસ્તે એવોર્ડ

બેટી બચાવો,બેટી પઢાવો,અભિયાનમાં શ્રેષ્ઠ એવરનેસ અને આઉટ રિચ એક્ટિવિટીઝ માટે એવોર્ડ એનાયત

અમદાવાદ :બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનમા શ્રેષ્ઠ અવેરનેશ જનરેશન અને આઉટ રીચ એક્ટિવિટિઝ બદલ અમદાવાદ જિલ્લાને ભારત સરકારનું વિશિષ્ટ સન્માન મળ્યું છે. જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેને કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે એવોર્ડ મળ્યો હતો. ગ્રામ સભાઓ અને ગુડ્ડા ગુડ્ડી ડીસ્પ્લે બોર્ડ ઉપરાંત ૩૮૫ ગામમાં શેરી નાટક દ્વારા જનજાગૃતિ કરવામાં આવી હતી.

    અમદાવાદ જીલ્લાના ૪૬૩ ગામમાં કન્યા કેળવણી માટે રેલીઓ કાઢવામાં આવી હતી. વિવિધ સંસ્થાઓ, સરકારી વિભાગોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દિકરીઓનું મહત્વ સમજાવીને માતા પિતાને દિકરીને ભણાવીને સશક્ત બનાવવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા. શહેરી વિસ્તારમાં ૪૮ બીઆરટીએસ સ્ટોપ પર ૪૦૦ બોર્ડ,૬૦૦થી વધુ બેનર્સની બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યુ હતુ.

(12:15 am IST)